Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતી પર જીલી ત્યાર બાદ આપણે ધ્વજ અહી લહેરાવી શકીએ છીએ – સી.આર પાટીલ

સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત ભારત દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત સી.આર.પાટીલ એ સંબોધન કરતા જણાવ્યું કે, આ ધ્વજ જે સહજતાથી અને ગૌરવભેર આપણે લહેરાવીએ છીએ તે વખતે આપણે યાદ રાખવું જોઈએ કે આ ધ્વજ લહેરાવવાની જે સ્વતંત્રતા આપણને મળી છે તે સરળતાથી નથી મળી આપણા અનેક પૂર્વજો અને દેશના અનેક યુવાનોએ એના માટે શહીદી વહોરી લીધી છે. દેશના અનેક યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતી પર જીલી છે અને ત્યારપછી આપણને મળેલી સ્વતંત્રતાને કારણે આપણે ધ્વજ અહી લહેરાવી શકીએ છીએ.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશની અંદર દરેક ઘરે આ ધ્વજ પહોંચે અને તા.13,14,15 ઓગસ્ટ સુધી લહેરાવે એના માટે તેમને સખત પ્રયત્ન અને યોગ્ય આયોજન કર્યું છે અને એના જ કારણે આદરણીય કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પણ ખુબ સુંદર આયોજન હાથ ધર્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીએ એક કરોડ રાષ્ટ્રધ્વજની વ્યવસ્થા કરી છે પરંતુ સરકારી ઓફિસો પર, ગ્રામપંચાયત થી સચિવાલય સુધી આ રાષ્ટ્રધ્વજ તો લાગશે જ પરંતુ ત્રિરંગાને જે દરેકના ઘરે ઘરે લગાવવાનો છે તે આગ્રહ દરેકે કરવાનો છે. વધુમાં જણાવ્યું કે, આપણે ખરા અર્થમાં આ રાષ્ટ્રધ્વજને મહત્વ આપીએ છીએ. કોઈ આપણને આપી જાય અને આપાને લહેરાવીએ એના કરતા જે બાળકોએ પોતાના બચતના ડબ્બા તોડીને એમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદીને પોતાના ઘર પર લગાવ્યા છે. મારે આપ સૌને પણ કહેવું છે કે યુવાનો અને વિદ્યાર્થીઓએ પણ પોતાના ઘર પર ધ્વજ લાગાવે અને એના ફોટા અને વિડીઓ તે પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરતા જાય એનાથી બાકીના મિત્રોને પણ પ્રેરણા મળશે. જે પ્રમાણે આ આયોજન થયું છે તેમાં મુખ્યમંત્રીને કહ્યું છે કે એક કરોડના ધ્વજ તો ઓછા પડશે બીજા ધ્વજ સુરતમાંથી વ્યસ્થા કરી રહ્યા છીએ તે એટલા માટે જરૂરી છે કેમ કે સુરત શહેરનાં દરેક ઘરમાં ત્રિરંગો લાગે તે અમારી કલ્પના ને અમારે સાકાર કરવી છે. આ સુરત શહેર જે આખા દેશ માટે રાષ્ટ્રધ્વજ પુરા પાડે છે તો સુરત માટે ચોક્કસ વ્યવસ્થા કરી શકાશે એવો મને વિશ્વાસ છે. આવો સૌ સાથે મળી સમગ્ર દેશની અંદર દરેક ઘરે આ ધ્વજારોહણ કરવા માટે સુરતથી આજે જ્યારે ગુજરાતમાં શરૂઆત થઇ છે આખા દેશમાં ધ્વજ સુરતમાંથી જાય છે તો પ્રેરણા પણ સુરત માંથી જ જાય, વાતાવરણ પણ સુરતમાં બન્યું છે તે જ વાતાવરણ આખા દેશમાં પણ પહોંચે એના માટે આપણે સૌ સફળ પ્રયત્ન કરીએ તે શુભેચ્છા.

Share

Related posts

દાહોદ ખાતે 10 મો એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

gujaratjanekta

ઝાલોદ હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમા બાળકી સાથે થયેલ ધૃણાસ્પદ બનાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા સહિત આચાર્યશ્રીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા લીધી સામૂહિક પ્રતિજ્ઞા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial