Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોડાસાના મુલોજ ગામના લોકો ચોમાસામાં કોઈ સ્વજનનું મૃત્યુ ન થાય તેવી પ્રભુને કેમ કરે છે પ્રાર્થના…!!

સંકેત પંડ્યા – એડિટર
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અનેક ગામડાઓમાં મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે મોડાસા તાલુકાના મુલોજ ગામમાં સ્મશાનમાં જવા માટે રસ્તાનો અભાવ હોવાથી ચોમાસાની ઋતુમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો મૃતદેહને સ્મશાને લઇ જતા જતા ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે મુલોજ ગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અમરાજી ખાતુજી વિસાતનું મોત થતા તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જતા કેડ સમા પાણીમાંથી પસાર થવું પડતા અંતિમવિધિમાં જોડાયેલ લોકો જીવતે જીવતે તો મારગ ન મળ્યો પણ મરતે મરતે પણ મારગ ન મળ્યો તે ન મળ્યો કહીં રહ્યા હતા 

     અરવલ્લી જિલ્લાના કેટલાય અંતરિયાળ ગામડાઓ તો હજુ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. જિલ્લામાં જો ભારે વરસાદ થઈ જાય તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થાય છે.આવા ગામડાઓ તરફ તંત્રનું ધ્યાન પણ જતું નથી અને સમસ્યાઓ જેમની તેમ જ રહે છે. મુલોજ ગામમાં રસ્તાની સુવિધા નહી હોવાથી લોકો ખેતરોમાંથી પસાર થઇને સ્મશાન સુધી જાય છે. શિયાળા અને ઉનાળામાં તો રસ્તો ખુલ્લો હોય છે પણ ચોમાસામાં વરસાદ પડે ત્યારે કાચો રસ્તો કીચડમય બની જાય છે. ગામલોકોએ જણાવ્યું કે, વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતી નથી.

     મુલોજ ગામમાં કોઈ સ્વજનન મૃત્યુ થાય ત્યારે ગામલોકોની ભારે દયનિય સ્થિતિ થઈ જાય છે. ગામના પાણીમાં ડૂબેલા રસ્તા પરથી જળમાર્ગે અંતિમયાત્રા કાઢવાનો વારો ડાઘુઓને આવે છે ત્યારે ગામડાઓમાં પણ વિકાસના પડછાયા પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.

અરવલ્લી જિલ્લામાં દર વર્ષે લોકોને ચોમાસામાં હાલાકીઓ પડી રહી છે, પણ તંત્ર નઠોર બન્યું છે, કોઇપણ પ્રકારનો સર્વે કરવામાં નથી આવતો, જો સર્વે કરીને કામગીરી કરવામાં આવે તો દર વર્ષે આ પ્રકારની સમસ્યા ન સર્જાય.

Share

Related posts

સંકુલ કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2025 આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

શાળાના બાળકોને સંસ્કાર સાથે નું શિક્ષણ મળે તે ખુબજ જરુરી બાળકો દેશનુ ભવિષ્ય છે -સાંસદ જસંવતસિહ ભાભોર

gujaratjanekta

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial