Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ માં પ્રકલ્પ રજીસ્ટ્રેશન કરવા જીલ્લાના તમામ શિક્ષકોને કલેકટરશ્રી નું સુચન- જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વર્ષ ૧૯૯૩ કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પ્રવૃતિનું રાજ્ય કક્ષાનું કોઓર્ડીનેશન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે તેમજ પંચમહાલ જીલ્લાનું કોઓર્ડીનેશન લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ એવી છે કે જે ગામડા કે શહેરના બાળકોને શાળા કક્ષાએથી રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોચાડી શકે છે. ૧૦ થી ૧૭ વર્ષની ઉંમરનાં બાળકો પોતાની આજુબાજુ ઉદ્દભવતી સમસ્યાને ઓળખે તેનું નિરાકરણ વૈજ્ઞાનિક રીતે લાવતા થાય અને આ લઘુ સંશોધન આગળ જઈ સમાજને ઉપયોગી બને તેવો ખાસ હેતુ રહેલો છે.પંચમહાલ જીલ્લા ના પ્રાઈમરી તેમજ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં ઉત્સાહ પૂર્વક ભાગ લે તે ધ્યાનમાં લઈને લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંગે માનનીય કલેક્ટર શ્રી સુજલકુમાર મયાત્રાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે ઓન-લાઈન માધ્યમ થી રીવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાદર મિટિંગમાં પંચમહાલ જીલ્લા કલેક્ટર શ્રી સુજલકુમાર મયાત્રા,જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.એસ.પંચાલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બી.એમ.પટેલ, લોક વિજ્ઞાન કેન્દ્ર ના પ્રમુખ શ્રી ડૉ.સુજાત વલી,વિજ્ઞાન મંડળના મંત્રી શ્રી રીતેશભાઈ જોષી, શિક્ષણ નિરીક્ષક શ્રીઓ તેમજ સી.આર.સી., બી.આર.સી.કોર્ડીનેટર હાજર રહ્યા હતા.
જેમાં માનનીય કલેક્ટર સુજલકુમાર મયાત્રાશ્રી એ દરેક શાળા દીઠ ઓછામાં ઓછા એક પ્રકલ્પ રજિસ્ટર કરાવવા જણાવ્યું હતું.અને ડૉ.સુજાત વલીએ જણાવ્યું હતું કે જીલ્લાના રસ ધરાવતા વિદ્યાર્થીઓ સ્પર્ધાનો લાભ લેવા ચુકી ના જાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે. જીલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.પંચાલ સાહેબએ વધુમાં વધુ વિદ્યાથીઓ સુધી પહોંચી મહત્તમ રજીસ્ટ્રેશન કરાવવાની ખાતરી આપી હતી. જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ સાહેબએ તથા જીલ્લાના વિજ્ઞાન મંડળના મંત્રી રીતેશભાઈ જોષીએ વધુમાં વધુ બાળકોને આ પ્રવુત્તિમાં જોડાય તે માટે સૌને આવાહન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે પંચમહાલ જીલ્લાના પ્રાથમિક શાળાના આશરે ૧૩૦૦ જેટલા શિક્ષકો ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓને મદદ કરે તો જીલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ ખુબ સારું થઇ શકે તેમ છે.રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંગે માહિતી મેળવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર- ગોધરા ના કોર્ડીનેટર બ્રિઝ જાદવ – ૯૯૦૯૧૬૦૫૭૪ અને અવિનાશ મિસ્ત્રી – ૮૪૦૧૩૦૩૦૦૦ નો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Share

Related posts

ગાંધીનગરમાં જીત બાદ અલ્પેશ ઠાકોરને બનાસકાંઠાની જ શા માટે જવાબદારી સોંપવામાં આવી

Admin

PM નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મુકાયો

gujaratjanekta

દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત અધિકારીઓ/કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કર્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial