Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બ્રિટનમાં વડાપ્રધાનની રેસમાં ભારતીય મુળના ઋષિ સુનક બીજા રાઉન્ડમાં આગળ – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

ઋષિ સુનકને બીજા રાઉન્ડના વોટિંગમાં 101વોટ મળ્યા

બ્રિટનના વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક બીજા રાઉન્ડમાં આગળ નીકળી ગયા છે. આ સાથે તેમણે વડાપ્રધાન પદ માટે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો વચ્ચે હજુ 5 તબક્કાનું મતદાન બાકી છે. આ તબક્કો આવતા ગુરુવાર સુધીમાં પૂર્ણ થશે ત્યાં સુધી માત્ર 2 દાવેદારો આ પદ માટે દાવો કરવા માટે બાકી રહેશે. આટલો સંઘર્ષ કરીને આવા સ્થાન પર પહોંચવું ખૂબ જ કઠિન હોઇ શકે છે. કોઇપણ રીતે, આ રેસમાં તેમને વાણિજ્ય મંત્રી પેની મોર્ડુઅન્ટ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.

કોને – કોને મળ્યા કેટલા વોટ

સાંસદો દ્રારા બીજા તબક્કાના મતદાન બાદ વધતી જતી આ સ્પર્ધામાં સુનક ઉપરાંત વેપાર મંત્રી પેની મોરડુઓં (83 વોટ), વિદેશ મંત્રી લિજ ટ્રસ (64 વોટ), પૂર્વ મંત્રી કેમી બાડેનોક (49 વોટ) અને કંજર્વેટિવ પાર્ટીના નેતા ટોમ ટુગેનડૈટ (32 વોટ) બચ્યા છે.

સુનક પહેલા રાઉન્ડમાં પણ આગળ રહ્યાં…

પ્રથમ રાઉન્ડના વોટિંગમાં નાણાપ્રધાન સુનકને સૌથી વધુ 88 વોટ મળ્યા હતા. વાણિજ્ય પ્રધાન પેની મોર્રેન્ડે 67 મતો મેળવ્યા હતા, ત્યારબાદ વિદેશ પ્રધાન લિઝ ટ્રુસ 50 મતો સાથે ત્રીજા નંબરે, ભૂતપૂર્વ પ્રધાન કેમી બડનોજ 40 મતો સાથે ચોથા સ્થાને અને 37 મતો સાથે પાંચમા સ્થાને ટોમ તુગેન્ડેટ હતા. 21મી જુલાઈ સુધીમાં એ નક્કી થઈ જશે કે કન્ઝર્વેટિવ પાર્ટીના લગભગ 2 લાખ સભ્યો તેમના આગામી વડાપ્રધાન તરીકે બે ઉમેદવારોમાંથી કોને પસંદ કરશે !

Share

Related posts

ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા નગરના પ્રસૂતિ ગૃહની મુલાકાત કરી જીજાબાઇના જીવન વિશે માહિતી આપવામા આવી

gujaratjanekta

કેશોદમાં પશુપાલન મંત્રીની જીત બાદ ઠેર ઠેર વિજય સરઘસ નીકળ્યું હતું

Admin

MGVCL ની ઘોર બેદરકારી : ભરચક વિસ્તારમાં કરંટ લાગવાથી પશુનું મોત- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial