Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અમદાવાદ મહાનગરપાલિકાની શેખચલ્લી જેવી વાતો !! : વરસાદ બાદ ભુવો પડતા લોકોને હાલાકી

અનિલ રાવલ – જર્નાલિસ્ટ
અમદાવાદ શહેરના રસ્તાઓ પર ભુવા પડવાનો સીલ સીલો યથાવત જોવા મળી રહ્યો છે. દર ચોમાસે અમદાવાદ નગરી ભુવા નગરી બની જતી હોય છે.વરસાદ બાદ સ્થાનીય પ્રશાસનના મસ મોટા દાવાઓ પાણીમાં જતા હોય છે અને ઠેક-ઠેકાણે ભૂવાઓ પડવાને કારણે લોકો હેરાન પરેશાન બનતા હોય છે.આજે પણ મહાલક્ષ્મી ચાર રાત પર મહાકાય ભુવો પડ્યો હતો જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી અને ખાસ કરીને લોકોને ટ્રાફિકના કારણે હેરાન-પરેશાન થવું પડ્યું હતું.
અમદાવાદ શહેરમાં વરસાદ પડે અને લોકો હેરાન ન થાય તેવી બની જ ન શકે તે સાબિત થયું છે કારણ કે વરસાદમાં પાણી ભારવાવને હજુ લોકો ઉભરી શક્યા નથી ત્યાં તો બીજી તરફ ભૂવાઓ પાડવાની મુશ્કેલી શરૂ થઇ ચુકી છે.વાહનોથી ધમધમતા મહલક્ષ્મી ચાર રાત પર મહાકાય ભુવો પડ્યો હતો.એમઆઇટી તરફ જતા રસ્તા પર ઘટના બની હતી.
ભુવો પડવાને કારણે સ્થાનીય પ્રશાસન દ્વારા અહીં સેફટી માટે બેરિકેશન કરવામાં આવ્યું હતું.ભુવો ખુબજ મોટો હોવાને કારણે લોકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.લોકો ત્રાસીમામ પોકારી ઉઠયા હતા અને હાલ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોવાને કારણે લોકોને ફરીને જવું પડ્યું હતું જેથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
તો બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે પ્રિ મોન્સૂન કામગીરીને લઈને દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ કામગીરી ન થતી હોવાને અથવા માત્ર દાવાઓને કારણે સ્થાનીય પ્રશાસનની પોલ ખુલ્લી પડતી હોય છે.તો બીજી ભુવાઓની સ્થિતિને કારણે અમદાવાદના લોકોમાં ભયનો માહોલ સર્જાય છે.તેવામાં ક્યારે લોકોની સમસ્યાનો અંત આવશે તે એક જોવાનો વિષય છે.
Share

Related posts

દિવ્યાંગ બહેનોએ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે તાલીમ મેળવવા સંપર્ક કરવો

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા માંજલપુરના પુર્વ કોર્પોરેટરશ્રી શંકરલાલ ડી.ત્રિવેદીને બ્રહ્મગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરાયા

gujaratjanekta

બારામુલ્લામાં અમિત શાહે સંબોધી જાહેરસભા, બોલ્યા – ‘આ પહેલા ટેરરિસ્ટ હોટસ્પોટ હતું, આજે ટૂરિસ્ટ હોટસ્પોટ…’

gujaratjanekta

2 comments

Suehak March 26, 2023 at 8:23 am

[url=https://finpeciatabs.com/]how to get propecia prescription in canada[/url]

Reply
Alanhak March 26, 2023 at 10:31 am

[url=https://zestoretic.best/]zestoretic 20 mg[/url]

Reply

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial