Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કામની વાત / ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે આ 5 ભૂલો ન કરતા, નોટિસ અને ટેક્સ બંનેથી બચી જશો

પ્રદિપ ત્રિવેદી – જર્નાલીસ્ટ (અમદાવાદ)
ટેક્સ રિટર્ન ભરવું ચોક્કસપણે એક પડકારજનક કામ છે. એટલા માટે કેયલાય લોકો તેમાં ભૂલ કરી નાખતા હોય છે અને તેનું પરિણામ નોટિસ તરીકે મળે છે. એક રિપોર્ટમાં આવી પાંચ ભૂલો વિશે બતાવામાં આવ્યં છે, જો આપ પણ આ વાતનું ધ્યાન રાખજો તો, નોટિસથી બચી જશો, ટેક્સમાં વધારે છૂટ લઈ શકશો. આપને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2021-22 માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જૂલાઈ છે.

ટેક્સ ડિડક્શનનું ક્રેડિટ ન લેવું જોઈએ-

કેટલાય વાર આપણને આશા કરતા ઓછુ રિફંડ મળે છે. ક્યારેય ક્યારેક આપણને રિફંડ ડ્યૂની જગ્યાએ રિફંડ ડિમાંડ નોટિસ મળે છે. તેનું સામાન્ય કારણ ટીડીએસ કાપ માટે ડ્યૂ ક્રેડિટ નથી મળવું છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જો આપ પ્રોફેશનલ રિસિપ્ટને પોતાની સેલરી સાથે ક્લબ કરીને દેખાડશો, તો આપને ક્રેડિટ નહીં નોટિસ મળશે.

સ્પેક્યુલેટિવ આવક વિ. રેગ્યુલર ઈનકમ

આપને જો સ્પેક્યુલેટિવ ટ્રાંજેક્શનથી ખોટ થાય છે અને રેગ્યુલર ટ્રેંડિંગથી લાભ થાય છે તો, આપ ખોટ અને લાભને કેન્સલ આઉટ નહી કરી શકો. આવું કરવાથી આપને નોટિસ મળી શકે છે.

બેંક વેલિડેશન-

આઈટીઆર રિફંડમાં મોડુ થવાનું ત્રીજૂ સૌથી મોટુ કારણ બેંક ખાતાના વેલિડેશનમાં મોડુ થવું. આ નક્કી કરી લો કે, આપના પાન અને આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોય, તો રિફંડ ઝડપથી મળવામાં સરળતા રહેશે.

ફોર્મ 16થી વધારે ટેક્સ બચાવી શકાય નહીં

વેતનભોગી વ્યક્તિઓને લાગે છે કે, ફોર્મ 16 ઉપરાંત બીજી કોઈ પણ જગ્યાએથી ટેક્સ બચાવી શકાતો નથી. આ ખોટું છે. આપ રોજીંદા જીવનમાં એવા કેટલાય કામ કરો છો, જેના પર આપ ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છે. ઉદાહરણ તરીકે બાળકોની ટ્યૂશન ફી અથવા આરટીપીસીઆર ટેસ્ટ પર 5000 રૂપિયા સુધીની ટેક્સ છૂટ લઈ શકો છો.

ખોટુ આઈટીઆર ફોર્મની પસંદગી કરવી

આઈટીઆર ફોર્મ ખોટુ પસંદ કરવાથી આપને મુસિબત આવશે. ઉદાહરણ તરીકે જો આપની પાસે એકથી વધારે પ્રોપર્ટી છે, તો આપ આઈટીઆર 1 ફોર્મ નહીં ભરી શકો. તેના માટે હંમેશા યોગ્ય આઈટીઆર ફોર્મની પસંદગી કરવી જોઈએ.

Share

Related posts

લુણાવાડા નગરપાલિકાએ આપેલ નોટીસ માત્ર નામની : બિન અધિકૃત બાંધકામ યથાવત !! – જાણો વધુ

gujaratjanekta

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં વિઘ્નહર્તા દેવની વિવિધ મંડળો સ્થાપના કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial