Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરાનો લંપટ DYSP કોણ ? : શું ગુજરાતની મહિલા પોલીસ કર્મી અસુરક્ષિત! – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં મહિલાઓના કાર્ય કરવાના સ્થળ ઉપર કોર્પોરેટેટ, સરકારી કે ખાનગી વિગેરે સ્થળે મહિલાની કનડગત, છેડતી અને શારીરિક શોષણની ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે ત્યારે પોલીસ સ્ટેશનમાં એ પણ પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં અને મહિલા PSI તેમજ મહિલા પોલીસની છેડતીની પ્રથમ ઘટના ભરૂચમાંથી બહાર આવી છે.ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર હાલ જેઓ વડોદરા આદિજાતિ વિકાસ સેલના DYSP તરીકે ફરજ બજાવે છે તે જ અપરાધી-આરોપી તરીકે બી ડિવિઝન પોલીસના ચોપડે FIR માં ચઢ્યા છે.

આ લંપટ ભરૂચ બી ડિવિઝન તત્કાલીન PI બી.એમ.પરમાર તેના ફરજ દરમિયાનના કાર્યકાળમાં ભરૂચમાં મહિલા PSI અને કર્મચારીઓ સાથે માનસિક અને શારીરિક છેડછાડ અને અશ્લીલ હરકતો કરતો હતો.જે અંગે શનિવારે રાતે 10.35 કલાકે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ આપનાર બીજું કોઈ નહિ પણ પોતે મહિલા PSI છે.

ફરિયાદ મુજબ, વાત છે માર્ચ 2021 ની આ લંપટ PI બી.એમ.પરમાર બી ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. ફરિયાદી મહિલા PSI સહિત અન્ય બીજી પોસઇ તેમજ બે મહિલા પોલીસ કર્મચારીને આ PI પરમારે અલગ અલગ સમયે અલગ અલગ વખત જુદા જુદા બહાના હેઠળ પોતાની કેબિનમાં બોલાવી હતી. આટલું જ નહીં PI ની ચેમ્બરમાં બોલાવી કલાકો ઉભા કે બેસાડી રાખી અશ્લિલતાની હદ વટાવી હતી. જેમાં મહિલા પોસઇ અને કર્મચારીઓ સામે વિચિત્ર નજરથી ઘુરી ધુરીને જોઈને મસ્તીભરી વાતો કરી હતી.

થોડું હાસ્ય કરી આ લંપટ PI અને હાલ નો વડોદરા DYSP પરમાર થોડું હાસ્ય કરીને કહેતો, શુ ચાલે છે, ડિયર. તમે એકલા જ રહો છો ને. હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળી ને થોડો લાભ આપો. બહુ જ મજા આવશે. માનવાંચક શબ્દો કહી મુલાકાત ગોઠવવાનું દબાણ કરતો હતો.

જે તે સમયે મહિલા 2 PSI અને અન્ય 2 કર્મચારી આ PI સામે ફરજ અને કાયદાકીય રીતે કઈ કરી શક્યા ન હતા. જોકે બાદમાં તપાસમાં PI ની લંપટગિરી રજૂઆતોના આધારે છતી થતા શનિવારે મધરાતે હાલના બી ડિવિઝન PI એ.બી.ચૌધરી એ હાલ વડોદરા ફરજ બજાવતા અને પોતાની જ સહ કર્મચારી મહિલાઓનું શોષણ કરતા DYSP બી.એમ.પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. જેની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ ને સોંપવામાં આવી છે.

કોવિડ 19 વચ્ચે ગુજરાતના 60 માં સ્થાપના દિવસની પૂર્વ મધરાતે ભરૂચની વેલફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 18 દર્દી અને નર્સના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય દર્દીઓના જીવ ભરૂચ પોલીસે લોકોની મદદથી બચાવી લીધા હતા. આ કામગીરીમાં પણ તે વખતે બી ડિવિઝન પી.આઈ. બી.એમ.પરમાર ખોટો જશ મેળવી ગયો હતો. સ્ટાફ અને પોલીસ સાથે લોકો મદદરૂપ બન્યા અને તેઓએ વાહ વાહી મેળવી હતી. જેના આધારે જ તેમને પી.આઈ. માંથી ડી.વાય.એસ.પી. તરીકે પ્રમોશન મળ્યું હતું.

અતિ સંવેદનશીલ મામલો છે વધુ તપાસ હાથ ધરાશે.

તત્કાલીન ભરૂચ બી ડિવિઝન પી.આઈ. અને હાલ વડોદરા આદિજાતિ વિકાસ વિજિલન્સ સેલમાં DYSP તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર સામે મહિલા PSI એ છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને સોપાઈ છે. જેઓએ જણાવ્યું હતું કે, તપાસના કાગળ હમણાં જ મને મળ્યા છે. આ અતિ સંવેદનશીલ મામલો છે. હાલ હું બકરી ઇદના બંદોબસ્તમાં છું. હવે આગળ આ અંગે વધુમાં તપાસ હાથ ધરાશે.

Share

Related posts

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા ઝાલોદ સીવીલ કોર્ટની મુલાકાત લેવામાં આવી

gujaratjanekta

લુણાવાડા એસટી ડેપો ખાતે ટી. આઇ. તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય બે ડ્રાઇવરો નો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાન્તિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શનમાં શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial