Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લામાં મનરેગાના કરાર આધારિત કર્મચારીઓએ DRDA ને કેમ આપ્યું આવેદન પત્ર ? – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

ભારત સરકારશ્રી ની મનરેગા યોજનામાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓની પડતર માંગણીઓ સંદર્ભે આજરોજ મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને આવેદનપત્ર આપ્યું હતુ. જેમા જીલ્લાના છ તાલુકાના મનરેગા યોજનામાં કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓ જિલ્લા સ્થળે એકત્રિત થઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને તેઓની લાંબા સમયથી પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર આપ્યું હતુ.

તમામ કર્મચારીઓ ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી મનરેગા યોજનામાં છેવાડાના માનવીને રોજગારી પુરી પાડવા કર્મચારી તરીકે કામ કરે છે તેઓને નિમણુંક સમયે દર વર્ષે કર્મચારીના કામના મૂલ્યાંકનને ધ્યાને લઈને ૧૫ %, ૧૦ %ટકા અને ૫ % નો વધારો આપવાનો ઠરાવ સરકારશ્રીએ કરેલ હતો તેમ છતાં સત્તા પક્ષની ભાજપ સરાકારે કર્મચારીઓને તેઓના વેતનમા આજદિન સુધી વધારો આપવાનું વિચાર્યું પણ નથી. આ યોજનામાં રાજ્યના તમામ કર્મચારીઓએ ભેગા મળીને “ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન” નામે યુનિયન બનાવેલ છે આ યુનિયનના નેજા હેઠળ યુનિયનના હોદ્દેદારોએ પંચાયત મંત્રીશ્રી, ગ્રામવિકાસ મંત્રીશ્રી, ગ્રામવિકાસ કમિશ્નરશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને પગાર વધારા સાથે કાયમી કરવાની માંગ સાથે રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર આપી માંગણી કરી છે પરંતુ આજદિન સુધી કર્મચારીઓની માંગણીઓને સરકાર કે તંત્રનો કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા છેવટે કર્મચારીઓએ હડતાલનો માર્ગે અપનાવાની ફરજ પડી છે કર્મચારીઓનો પગાર વધારો, કાયમી કરવા, પ્રોવિડન્ટ ફંડનો લાભ, આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવી, પગારની વિસંગતતા દુર કરી સમાન કામ સમાન વેતન જેવા મુદ્દાઓની માંગણીને લઇને હડતાલ ઉપર ઉતર્યા છે.

Share

Related posts

ઝાલોદ આઇ.પી.મીશન હાયર સેકન્ડરીનુ ઝળહળતુ પરિણામ શાળાનું પરિણામ 90.90%

gujaratjanekta

ઝાલોદ વસંત મસાલા તેમજ રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવી

gujaratjanekta

કામગીરીને બિરદાવી: અમદાવાદમાં વેક્સિનના 1 કરોડ ડોઝ પુરા, 10 હેલ્થ વર્કર્સને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial