Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રી મોનસૂનની કામગીરી ની ખુલી પોલ : પંચમહાલ જીલ્લા પંચાયત બહાર પાણી ભરાયા

સંકેત પંડ્યા – એડિટર

પંચમહાલ ના મુખ્ય મથક ગોધરા સ્થિત જીલ્લા પંચાયતના કમ્પાઉન્ડની બહાર વરસાદી પાણીના ભરાવા વચ્ચે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાતા અવર જવર કરતાં કર્મચારીઓ, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હજી તો ચોમાસાની શરૂઆત છે અને પેહલા જ વરસાદમાં ગોધરા જીલ્લા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં તેમજ બહાર પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બની છે.


ત‍ાલુકા પંચાયત તેમજ જીલ્લા પોલીસ વડા કચેરીમાં રોજ બરોજ કામકાજ અર્થે આવતા અરજદારો, કર્મચારીઓ, શાળાના વિધ્યાર્થીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પણ કાદવ-કીચડ તેમજ ઘુંટણ બરાબર પાણીમાં વચ્ચેથી પસાર થવું જોખમી બન્યુ હતું. જીલ્લા પંચાયતની બહાર રસ્તા પર પડવા વાગવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે વહેલી તકે ગોધરા નગરપાલિકા આ સમસ્યાનનું કાયમી નિરાકરણ લાવશે કે પછી પ્રિમોનસુન ની કામગીરી કરી હોવાના દાવા કરશે !

Share

Related posts

ગોધરા શહેર વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો કુંભકર્ણ નિંદ્રા મા અધીન

gujaratjanekta

તવાંગ મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષી નેતાઓએ બંને ગૃહોમાંથી વોકઆઉટ કર્યું

gujaratjanekta

આજરોજ વાગધારા સંસ્થા દ્વારા દાહોદ ,જિલ્લાના ઝાલોદ, તાલુકાના રાયપુરા ,ગામમાં બીજ ઉત્સવ (પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમ ) નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial