પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોધરાના કેપ્સુલ સોસાયટીમાં રહેતી પરણીતાના લગ્ન હનીફ ફારૂક અસલા સાથે ૧૪ વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા વર્ષો બાદ પતિ હનીફ ફારૂક અસલાનાઓ તેની પત્નીને કોઈ પણ વાંક વગર નાની નાની બાબતે બોલાચાલી કરીને તકરાર કરીને શારીરીક અને માનસિક ત્રાસ આપતો હતો. પત્ની પર ખોટો વહેમ રાખીને તેને પિયર પર જવા દેતો ન હતો.

ત્રણ દીકરીના જન્મ થયા બાદ પણ પતિ ત્રાસ આપતા પત્ની તેના માસીના ઘરે રહેવા જતી રહી હતી. પત્નીના બીજા માસીના છોકરાના મોબાઇલ ફોન પરથી પતિએ પત્નીને ત્રણ તલ્લાક આપી દીધા હતા.
ગોધરાની મહિલા પોલીસ મથકે પત્નીએ પતિ હનીફ ફારૂક અસલા વિરુદ્ધ ફરીયાદ નોધતાં પોલીસે મુસ્લીમ મહિલા( લગ્નપર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 ની કલમ – 4 મુજબનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જોવાનુ એ રહ્યું કે ન્યાય ક્યારે મળશે !

