Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી ની પરીવર્તન યાત્રાનુ જાંબુઘોડા ખાતે સ્વાગત કરવામાં આવ્યું 

રિપોર્ટર :- મેહફુઝ હસન ગોધરા

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી પરીવર્તન યાત્રા પંચમહાલ જિલ્લામાં આવી પહોંચી છે. આજ રોજ બપોરના સમયે જાંબુઘોડા તાલુકામાં યાત્રા આવી પહોંચી હતી. જાંબુઘોડા સર્કીટ હાઉસ પાસે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયેશ બારીઆ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો. અર્જુનભાઈ રાઠવા સાહેબ, બીટીપીના પ્રદેશ અધ્યક્ષશ્રી નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાંબુઘોડા બજારમાં થઈને મામલતદાર કચેરી પાસેથી પસાર થઈ ને યાત્રા કાઢવામાં આવી હતી. આજે જાંબુઘોડા બજારમાં બુધવારે હાર્ટ ભરાતો હોય તેથી બજારમાં લોકોની ભીડ હતી તેથી લોકોમાં ઉત્સુકતા સાથે કુતુહલ જોવા મળતું હતું. જિલ્લામાં થી તમામ પદાધિકારીઓ યાત્રા સાથે જોડાયા હતા.

પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુનભાઈ રાઠવા સાહેબે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ દિનેશ બારીઆને ફુલહાર પહેરાવી તેમની કામગીરીને બિરદાવી હતી.

દોઢ કલાક જેટલો સમય જાંબુઘોડા બજારમાં યાત્રા ફરી હતી અને ત્યારબાદ હાલોલ જવા રવાના થઈ હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

gujaratjanekta

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

Global Leadersમાં PM મોદીનો દબદબો : અમેરિકાના બાઈડન, સુનક સહિત 22 દેશના દિગ્ગજોને પાછળ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial