Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચશીલ હાઇસ્કૂલ લુણાવાડા ખાતે પ્રમાણપત્ર વિતરણ અને અભિવાદન સમારોહ લોક વિજ્ઞાાન કેન્દ્ર ગોધરાના પ્રમુખશ્રી ડોકટર સુજાત વલીની ઉપસ્થિતિમાં યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

 

લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં વસતા લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તથા વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવાય તેવા હેતુથી ચાલતી સંસ્થા છે. સદર સંસ્થા ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ(ગુજકોસ્ટ) હેઠળ કાર્યરત છે. ચાલુ વર્ષે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય અનુરૂપ નિબંધ સ્પર્ધા પંચમહાલ અને મહિસાગર જિલ્લાની શાળાઓમાં યોજાઈ હતી. જે અંતર્ગત આજ રોજ લુણાવાડા ખાતે આવેલી પંચશીલ હાઇસ્કુલ ખાતે પ્રમાણપત્ર વિતરણ તથા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ પંચશીલ શાળાની વિદ્યાર્થીનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ શ્રી ડૉ. સુજાત વલી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ગામડામાં ચાલતા અંધશ્રદ્ધા વિષયને અનુરૂપ પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના નિયામક શાનુ દલવાડી, હાર્મિત પટેલ તથા મહીસાગર જિલ્લાના નેચર એન્ડ ફાઉન્ડેશનના મયુર પ્રજાપતિ, મુકુન્દ પંચાલ તથા શાળા પરિવારનો સહયોગ સાંપડ્યો હતો.

Share

Related posts

ગૌતમ અદાણીનો પોતાની કંપની સાથે મોટો સોદો, ખરીદ્યા આ ફર્મના 10,000 શેર

Admin

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મકાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial