Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

 

શહેરા રિપોર્ટર અફરોઝ. બંગલા વાળા

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ તારીખ ૦૧/૦૫/૨૦૨૨ના રોજ આયોજન દાહોદ ખાતે રાખવામાં આવેલ છે જેના ભાગરૂપે શહેરા શહેર તાલુકા કોંગ્રેસના કાર્યકરો ની મહત્વની મિટિંગ રાખવામાં આવી હતી

જેમાં શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે.બી. સોંલકી નો આક્ષેપ છે દાહોદ ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય અને પબ્લિક નથી જતું તેમ છતાં બળજબરી થી ઘરે-ઘરે સાડીઓ આપવામાં આવે છે સાડીની સાથે સાથે 100,100 થી 200 રૂપિયા અને ભાજપના કાર્યકરો અને પંચમહાલ ડેરી ના ઘણા સભાસદો ઘણા શું કહેવાય સુપરવાઇઝરો ઘરે ઘરે ફરી પગ પકડે છે આ એક સાડી લો અને સો રૂપિયા લો ગાડી માં બેસો પરંતુ તમેના આટલા કહેવા છતાં પબ્લિક જતી નથી કારણ કે મન માહિતી મળે જ છે ભાઈ આ લોકો ભાજપ વાળા ઘરે આવેલા એક સાડી આપીને સો રૂપિયા આપ્યા તો અમે જવાના નથી આલોકો બળજબરીથી લઇ જવા માંગે છે આમ વિરોધ પક્ષના નેતા જે બી સોલંકી જણાવ્યું હતું સાથે એમ પણ જણાવ્યું હતું રાહુલ ગાંધી પહેલી મેં આવવાના હોય તો અમે પોતાના સ્વખર્ચે જવા માટે તૈયાર છે તેવું પબ્લિકે મને જણાવ્યું હોય તેમ છતાં શહેરા સીટી માં યોજીહોય અને બહોળી સંખ્યામાં શહેરા તાલુકા માંથી લઈ જવાની છે સ્વયંભૂ પબ્લિક ઉમટી પડવાની હોય રાહુલ ગાંધીનું ભાષણ સાંભળવા જવાનું છે અને શહેરા મુકામે પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી શ્રી યુનુસ પટેલ ની ઉપસ્થિતિ એ યોજાયેલ જેમાં શ્રી યુનુસ પટેલે ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું પ્રદેશ સમિતી ના માર્ગદર્શન મુજબ યોજાયેલ મીટીંગ માં જિલ્લા પ્રમુખ અજિત સિંહ ભટ્ટી, પ્રદેશ મંત્રી રફીક તીજોરી વાલા, તાલુકા પ્રમુખ એ પી પટેલ, શહેર પ્રમુખ ફારોક મોગલ, જીલ્લા લઘુમતિ પ્રમુખ ઈમ્તિયાઝ સૂજેલા, યુવા પ્રમુખ મિકી જોસેફ, શહેરા આગેવાન તખ્તસિંહ સોલંકી, દુષ્યંત ચૌહાણ, પી કે ચૌહાણ, રંગીતસિહ શહેરા તાલુકા વિરોધ પક્ષ નેતા જે.બી.સોલંકી,પીકે ચૌહાણ નટુકાકા અજીતભાઈ શેખ સાજીદ વલી અમીનભાઇ શેખ અબ્દુલ ભાઈ જાડા સહિત નગર પાલિકા સભ્યો, પંચાયત ચૂંટણી લડેલા સભ્યો, આગેવાનો એ ઉપસ્થિત રહી મોટી સંખ્યા માં જોડાવા સંકલન કરેલ છે.

Share

Related posts

ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરના પાટોત્સવ નિમિત્તે 108 લાડુંનો મહાયજ્ઞ કરાયો

gujaratjanekta

રાજનીતિ – ‘કાઢી મેલે તો કાઢી મેલે!’ ગુજરાત સરકારના બે મંત્રીઓનો ગપશપ કરતો વીડિયો વાયરલ !?

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વ્યાપારીઓ દ્વારા મુસદ્દારૂપ જંત્રીના ભાવ ઘટાડવા ધારાસભ્ય મહેશ ભૂરીયાને રજૂઆત કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial