Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

છેતરપિંડી: ખંભાતના યુવક સાથે સાયબર માફિયાએ ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી 44 હજારની છેતરપિંડી કરી

આણંદએક કલાક પહેલા

કૉપી લિંકઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી નાણાં ભરાવ્યા બાદ કોર્ટ કાર્યવાહીની ધમકી આપી વધુ રકમ પડાવી

ખંભાતના યુવક સાથે ઓનલાઇન ડેટા એન્ટ્રીના કામના નામે રૂ.44 હજાર ઉપરાંતની છેતરપિંડી આચરવામાં આવી છે. સાયબર માફિયાએ લીગલી પ્રોસીઝરની ધમકી આપી નાણા પડાવ્યાં હતાં. આ અંગે સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતના કંસારી ખાતે અંબિકાનગરમાં રહેતા મીહીરકુમાર મહેસભાઈ સુંદરકાર અભ્યાસ કરે છે. તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સે ફોન કરી યુઝરનેમ તથા પાસવર્ડ આપી ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી હતી.

બાદમાં આઈડી બ્લોક કરી આઈડી બ્લોકની પેનલ્ટીના નામે એકાઉન્ટમાં રૂ.4900 રકમ ભરાવી હતી. આ ઇશ્યુ બાદ બીજા નંબરથી કોલ કરીને કંપનીના એગ્રીમેન્ટ પ્રમાણે 11 માસના કરાર આધારે કામ કર્યું નથી. તેમ જણાવી આઠ માસના રૂ.4900 લેખે કુલ રૂ.39 હજાર 200 ભરવા પડશે, નહીં તો તમારી વિરૂદ્ધ કોર્ટમાં કાયદેસર પગલાં ભરવામાં આવશે. તેવી વાત કરી ગુગલ પે તથા યુપીઆઈઆઈડી પર અલગ અલગ રકમ મળી કુલ રૂ.44 હજાર 100 પડાવી લીધાં હતાં. આ ઘટના અંગે છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવતાં મીહિરકુમારે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ની ઉજવણી કરાઈ

Admin

ચાર દિવસ પછી શનિ પ્રવેશ કરશે મકર રાશિમાં, આ 5 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ

gujaratjanekta

જંબુસરમાં માછીમારોની જાળમાં ફસાયુ 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિક શિવલિંગ : દર્શન કરવા લોકોની ભીડ ઉમટી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial