નડિયાદ4 મિનિટ પહેલા
ભોગ બનનારને રૂપિયા 9.50 લાખ વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
કઠલાલના લસુન્દ્રાંમાં નશાખોર શખ્સે એક વર્ષ અગાઉ ઘર આગળ રમતી છ વર્ષીય બાળકીને આંબલી ખાવાની લાલચ આપી છાપરામાં લઇ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ બાળાને 10 રૂપિયા આપી આ વાત કોઈને ના કહેવા જણાવ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ કોટે 45 વર્ષીય બળાત્કારીને કસૂરવાર ઠેરવી ફાંસીની સજા ફટકારી છે.

કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે બાજપેય નગર નહેરની નજીક રહેતા 45 વર્ષીય આરોપી દારૂ પીવાની ટેવવાળો હોય તેના લગ્ન થયા નહોતા. એક વર્ષ અગાઉ ગત તારીખ 3 માર્ચ 2021ના રોજ તેની નજર પોતાના ઘરની સામે રહેતી એક 6 વર્ષિય બાળા પર પડી હતી. તેના મગજમાં વાસનાનો કીડો સરળતા તેણે આ કિશોરીને પોતાની પાસે બોલાવી હતી ચાલ તને આમલી અપાવું કહી છ વર્ષી કિશોરીને સાથે લઈ ગયો હતો. આરોપીના બદ ઇરાદાથી અજાણ આ બાળા તેની સાથે ગઈ હતી.
કિશોરીનો હાથ પકડી તે તેના છાપરામાં લઈ ગયો હતો અને બળજબરી પૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં 10 રૂપિયા આપી આ વાત કોઈને ન કહેવા જણાવ્યું હતું. જોકે, લોહીલુહાણ હાલમાં કિશોરી ઘરે આવતા તેના પરિવારજનોને ખ્યાલ આવી ગયો હતો એટલે આ બાબતની ફરિયાદ કઠલાલ પોલીસમા આપી હતી. પોલીસે ઈ.પી.કો.કલમ 363, 376.(એ.બી) તથા પોક્સો એક્ટની કલમ 5(એમ), મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને ચાર્જસીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.

આ કેસ નડિયાદના સ્પે પોસ્કો કોર્ટમાં ચાલ્યો હતો જજ ડી.આર.ભટ્ટ એ સરકારી વકીલ પ્રેમ આર.તીવારી,એ રજૂ કરેલા 14 જેટલા દસ્તાવેજી પુરાવા તથા 9 સાહેદોના મૌખીક પુરાવાઓ ઉપરાંત સરકારી વકીલની દલીલો જેવીકે આપણા સમાજમાં સગીર દીકરીઓ ઉપર થતા આવા પ્રકારના ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવા આરોપીને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઇએ વગેરે ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. સાથે સાથે દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે.
નડિયાદ કોર્ટ ભોગ બનનાર બાળાને આરોપી તરફથી વળતર તરીકે રૂપીયા 2 લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો છે. તેમજ સરકાર તરફથી વળતર પેટે રૂપીયા 7 લાખ 50 હજાર ચુકવી આપવાનો હુકમ કર્યો છે.
સરકારી વકીલ પ્રેમ આર. તિવારીએ જણાવ્યું હતું કે, કાયદા મુજબ સાત વર્ષથી નાની ઉંમરની કોઈ બાળા પણ આવું દુષ્કર્મ થાય અને આવું કૃત્ય કરનાર મોટી ઉંમરનો આરોપી હોય તો આવા કૃત્ય બદલ ફાંસીની સજાની જોગવાઈ છે. કોર્ટે આ બનાવને ગંભીર લઈ કાયદાની જોગવાઇ મુજબ મહત્તમ સજા કરી છે. આ દેશમાં ભોગ બનનારની જુબાની જે તે વખતે ભોગ બનનાર અને આરોપીના કપડાં પરથી મળેલા લોહીના ડાઘના રિપોર્ટ ભોગ બનનારને ગુપ્ત ભાગમાં થયેલી ઇજાઓ તેમજ કોર્ટમાં ભોગ બનનારે આરોપીને ઓળખી બતાવ્યું હતું તે તમામ બાબતો સજા માટે મહત્વની બની ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે…

