દાહોદ, સરકારી પોલિટેકનિક, ખાતે આ સુંદર અને નવતર કાર્યક્રમનું સફળ આયોજન NSS ટીમના કો-ઓર્ડિનેટર એસ. કે. શેઠ ના માર્ગદર્શન અને આર. ટી . ગામીત નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન NSSના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના કેમ્પસમાં વિવિધ ઇન્ડોર છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ જતન માટે સરળતાથી વૃક્ષો ઉગાડી શકાય તે માટે મોટી સંખ્યામાં સીડ બોલ્સ બનાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય પ્રસંગે સંસ્થાના આચાર્ય કે. બી. મહેતા એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી અને માર્ગદર્શક ઉદ્બોધન આપ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં પર્યાવરણનું સંતુલન જાળવવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. સીડ બોલ એ વૃક્ષારોપણ માટેની એક અત્યંત સરળ અને અસરકારક પદ્ધતિ છે, જે ચોમાસા દરમિયાન હરિયાળી ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવશે.” આ સાથે તેમણે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો બિરદાવ્યા હતા.
આ પ્રસંગે સરકારી પોલિટેકનિક દાહોદનો તમામ અધ્યાપક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

