સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજરોજ અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની રાષ્ટ્રીય બેઠક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શૈલેશભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
જેમા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની સમગ્ર ભારતની એક માત્ર સંસ્થા જેનું હેડકવાર્ટર ગુજરાતમાં છે તેવી આ સંસ્થા ની સામાન્ય સભા આજ રોજ ગોધરા ના બંજારા પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભારતના જુદા – જુદા રાજ્યો જેવા કે રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અલગ – અલગ રાજ્યોના પ્રતિનિધીઓ ગોધરા ખાતે હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થાના વર્તમાન પ્રમુખ જયપ્રકાશ પાનેરી કે જેમના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી તે મુખ્યત્વે રાજસ્થાન ના છે અને આજ સંસ્થાના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ કે જેમની યજમાની હેઠળ આ સામાન્ય સભા યોજવામાં આવી હતી તે ગોધરાના છે. આમ ગોધરા ખાતે યોજાયેલ આ સામાન્ય સભામાં સંસ્થાના ૬ જેટલા નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી હતી વધુમાં આ રાષ્ટ્રીય બેઠકમાં પરિષદના હિસાબોને વંચાણે લેવામાં આવ્યા હતા. સંસ્થાના સભ્યો, કોર કમિટિના સભ્યો, ઉપસ્થિત હોદ્દેદારો સહિત વડીલોએ સમાજ ઉપયોગી, ધર્મશાળાઓ અને છાત્રાલયોની જાળવણી, વિધાર્થીઓની ચિંતા, લગ્ન વિષયક જેવા અનેક વિષયો ઉપર વિચાર વિમર્શ કરી આગળની કાર્ય પદ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવવામાં આવ્યુ હતુ.

આજની આ સભાની યજમાની કરનાર આ સંસ્થાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શૈલેષભાઇ ઠાકરે જણાવ્યું હતું કે પંચમહાલ – મહીસાગર માં વસતા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની ઓળખ વિરપુરા વિભાગ તરીકે કરવામાં આવે છે તેથી આ જિલ્લાઓમાં વસતા વિરપુરા વિભાગના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોમાં આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે. વધુમાં તેમણે કહ્યુ કે સમાજમાં મોટુ આર્થિક ભંડોળ એકત્રિત થાય અને પરિષદ દ્વારા શિક્ષણની જુદી જુદી નિતિઓ અમલમાં મુકાય જેથી કરીને સમાજના લોકોને લાભ મળે આ વાતને સહર્ષ ભાવે સ્વિકારી સૌ કોઈ આગળ વધે તે દિશામાં આવનાર સમયમાં આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

વધુમાં કાર્યક્રમના અંતે જીગ્નેશભાઈ જોષી દ્વારા આભાર વિધિ, રાષ્ટ્રગીતનુ ગાન કરી કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થનાર સૌ કોઇનો આભાર માન્યો હતો.

