Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહી મળતા રાજકીય ચહલપહલ તેજ બની*
*ફતેપુરા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાં ભાજપના ફાળે ૭,અપક્ષને ૨,આમ આદમી પાર્ટીને ૫ તથા ૪ કોંગ્રેસ પાર્ટી એ કબજે કરી*
*ફતેપુરા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો પૈકી ભાજપને ૨ જ્યારે ૧ બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ બાજી મારી*

ફતેપુરા ફતેપુરા તાલુકામાં તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી તથા અપક્ષ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવતા મતદાન યોજાઈ ગયું.જેનું પરિણામ 28 એપ્રિલના રોજ બહાર આવતા ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ચાર પક્ષો પૈકી કોઈ પક્ષને બહુમતી નહીં મળતા તાલુકા પંચાયત બોડી બનાવવા માટે રાજકીય ચહલ પહલ વધી રહી હોવાનું જાણવા મળે છે.અને ફતેપુરા તાલુકા પંચાયત બોડી બનાવવા માટે વિવિધ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.પરંતુ છેલ્લે ધાર્યું ધણીનુ થાય તેવા સંજોગો ઊભા થવાના અણસાર પણ જણાઇ રહ્યા છે.ત્યારે જોઈએ ચૂંટણી જંગ જીતી બહાર આવેલા વિજેતા ઉમેદવારોની યાદી.
(૧) બાર સાલેડા-રામાભાઇ કોદરભાઈ પારગી ભાજપ, (૨)ભિચોર-સુમિત્રાબેન લાલસિંહભાઈ આમ આદમી પાર્ટી, (૩)છાલોર-સકુડીબેન રંગાભાઇ પારગી આમ આદમી પાર્ટી,(૪)ડુંગર- કમળાબેન રત્નાભાઇ પારગી ભાજપ,(૫) ફતેપુરા-હિતેશભાઈ જયંતીભાઈ બરજોડ કોંગ્રેસ,(૬)ધુધસ-મધુબેન ભરતભાઈ પારગી ભાજપ,(૭)ઇટા- સરલાબેન સુભાષભાઈ પારગી ભાજપ,(૮)કરમેલ-મીનાક્ષીબેન વાલસિંગભાઈ પારગી આમ આદમી પાર્ટી,(૯)કરોડિયા પૂર્વ-વર્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચરપોટ કોંગ્રેસ,(૧૦)માધવા-સુરેખાબેન ભરતભાઈ પારગી કોંગ્રેસ,((૧૧)મોટી નાદુકણ- અલ્પાબેન પંકજભાઈ ડામોર ભાજપ,(૧૨)મોટીરેલ પૂર્વ- વિક્રમભાઈ મંગળાભાઈ કટારા કોંગ્રેસ,(૧૩)સલરા-૧ અજયભાઈ લક્ષ્મણભાઈ પારગી અપક્ષ,(૧૪)સલરા ૨-જીગ્નેશભાઈ મોધજીભાઈ પારગી આમ આદમી પાર્ટી,(૧૫)વડવાસ-વિક્રમભાઈ ગણેશભાઈ ચૌહાણ આમ આદમી પાર્ટી,(૧૬)વાંદરીયા પૂર્વ-રીન્કુબેન અશ્વિનભાઈ ડીંડોર અપક્ષ,(૧૭)વાંગડ-દિનેશભાઈ કસવાભાઈ પારગી ભાજપ,(૧૮)વટલી- રાકેશભાઈ અભેસિંગભાઈ મછાર ભાજપ નાઓ ફતેપુરા તાલુકા પંચાયત બેઠકો ઉપર વિજેતા જાહેર થયેલ છે.આમ ફતેપુરા તાલુકા પંચાયત બેઠકો ઉપર સાત ભાજપ,બે અપક્ષ,પાંચ આમ આદમી પાર્ટી તથા ચાર બેઠકો ઉપર કોંગ્રેસે કબજો જમાવ્યો હોવાનું જાણવા મળે છે. અને તાલુકા પંચાયત બોડી બનાવવા કઈ રાજ રમત રમાશે તે જોવું રહ્યું.
જ્યારે ફતેપુરા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકોમાં સલરા બેઠક ઉપર ભાજપના શાંતાબેન મુકેશભાઈ પારગીએ જીત મેળવી છે. મોટીરેલ પૂર્વ બેઠક ઉપર ભાજપના રમેશભાઈ ખાતુભાઈ પારગીએ વિજય મેળવ્યો છે.જ્યારે ધુધસ જિલ્લા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીના આશાબેન જગદીશભાઈ પારગીએ જીત હાંસલ કરી હોવાનું જાણવા મળે છે.

Share

Related posts

ઝાલોદ કોલેજમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ભાજપ કમલમ ખાતે વિવિધ હોદ્દેદારોની નિમણૂક તેમજ વરણી કરવામાં આવી

gujaratjanekta

ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે દાહોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial