Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના બાંસવાડા બાયપાસના બિસ્માર રોડ પ્રત્યે તંત્ર ઉદાસીન : કેટલીય રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહીં

પંકજ પંડિત

બાંસવાડા હાઇવે પર ઉબડખાબડ રોડને લઈ ગંભીર અકસ્માતનો તોળાતો ભયઝાલોદ નગરના ધાવડીયા ચેક પોસ્ટ થઇ નાનસલાઈ જતો બાયપાસ હાઇવે કેટલાય વર્ષો થી નવીન બનાવવા માંગણી કરવામાં આવેલ છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ રોડ ન બનાવવાનું હોય તેમ વિચારી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. કેટલીય આ રસ્તાને લઈ અરજીઓ કરી નવીન બનાવવા માંગ કરેલ છે પરંતુ પરિણામ કઈ આવતું નથી. આ રોડ આખો હાલક ડોલક અને બિસ્માર છે. આખા રોડ પર અસંખ્ય ખાડાઓ છે તેમજ રોડનું સમતુલન પણ નથી તેને લઈ જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહેલ છે.
આ રોડ તૂટેલો હોવાથી ઘણાં ખરા મોટા વાહન આ માર્ગે ન જઈ નગર માંથી પસાર થાય છે. બાયપાસ પર તૂટેલા રોડને લઈ નગરમાં મોટા વાહન પ્રવેશતા નગરમાં ટ્રાફિક જામના દ્રશ્યો ઘણી વાર જોવા મળે છે. વળી બાયપાસ હોવા છતાં અમુક મોટા વાહન ચલાવનારને નગરમાંથી ન નીકળવાનું કહેતા તેઓને બાયપાસ પર તૂટેલા માર્ગને લઈ અકસ્માતનો ડર લાગે એમ સાંભળવા મળેલ છે. બાયપાસ રોડ પર કેટલીય વાર અકસ્માતના બનાવો બનેલ છે તેમજ ભરેલું વાહન રોડના અસમતુલન અને ભંગાર રસ્તાને લઈ પલ્ટી ખાઈ ગયેલ હોય તેવી પણ ઘટનાઓ સર્જાઈ છે. મોટા વાહનને બિસ્માર રોડને લઈ અકસ્માત કે વાહન પલ્ટી ખાતાં લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે તે માટે જવાબદાર કોણ.. બિસ્માર રસ્તાને લઈ અકસ્માત થતાં ઘણા વ્યક્તિઓએ જીવ પણ ગુમાવેલ છે તે માટે જવાબદાર કોણ..નગરના જાગૃત લોકો ,સાંસદ ,ધારાસભ્ય દ્વારા પણ આ રોડ બનાવવા માટે માંગણી કરેલ છે પરંતુ આ રોડ આજ સુધી બનાવવામાં આવેલ નથી. નગરમાં ચાલતી ચર્ચા મુજબ આ રોડના નાણાં જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા કે એજંસી દ્વારા બારોબાર ખવાઈ ગયા છે એટલે આ રોડ નથી બની રહ્યો એમ લોકોનું માનવું છે કેમકે આજકાલ કેટલાય નકલી કામના કૌભાંડ દિન પ્રતિદિન બહાર આવી રહેલ છે તો આ બાયપાસ નવીન ન બનતાં લોકોમાં એવી શંકા છે કે આ બાયપાસનું કૌભાંડમાં બહાર આવે તો નવાઈ નહીં, હાલતો આ સાંભળ્યા મુજબની વાતો છે પરંતુ જો આ માર્ગ કોઈ કૌભાંડમાં ન આવેલ હોય તો જવાબદાર વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં લઈ આ માર્ગનું નવીનીકરણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Share

Related posts

ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ

gujaratjanekta

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી નો સર્કલ ઓફિસર 5000 રૂપિયાની લાચ લેતા એ.સી.બી ના છટકામાં રંગે હાથ ઝડપાયો

gujaratjanekta

એજ્યુકેશન : લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ સંસદ કેબિનેટ સત્ર – 2025 નો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial