Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવશે

પંકજ પંડિત

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી” કરવાનાં ભાગરૂપે ઝાલોદ નગરપાલિકા દ્વારા ઝાલોદ બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ પર “સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ” પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. પટેલ સમાજ દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પટેલની નવીન પ્રતિમાની માંગ કેટલાય સમયથી કરવા માંગ કરેલ હતી જેને લઈ તેઓની 150 મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમાનું અનાવરણ ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવનાર છે.આ પ્રોગ્રામના ઉદઘાટક માન. શ્રી રમેશભાઇ કટારા રાજયકક્ષા મંત્રી, ગુજરાત સરકાર (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગ) તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી કરણસિંહ ડામોર માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, દાહોદ ,શ્રી જશવંતસિંહ ભાભોર માન. સંસદ સભ્ય, દાહોદ અને વિશેષ ઉપસ્થિતિમા શ્રી બચુભાઇ ખાબડ માન. ધારાસભ્ય દેવગઢ બારીયા ,શ્રી કનૈયાલાલ કિશોરી માન. ધારાસભ્ય દાહોદ ,શ્રી શૈલેષભાઇ ભાભોર માન. ધારાસભ્ય લીમખેડા ,શ્રી મહેશભાઇ ભુરીયા માન. ધારાસભ્ય ઝાલોદ ,શ્રી મહેન્દ્રભાઇ ભાભોર માન. ધારાસભ્ય ગરબાડા ,શ્રી બાબુભાઇ કટારા માન. પૂર્વ સાંસદ દાહોદ ,શ્રી ભાવેશભાઇ કટારા માન. પૂર્વ ધારાસભ્ય ઝાલોદ ઉપસ્થિત રહેનાર છે.
આ પ્રોગ્રામ નું આયોજન નગરપાલિકાના ચીફ ઓફીસર યોગેશકુમાર જે. ગણાત્રા , પ્રમુખ રેખાબેન ટી વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન.એસ.ડામોર , કારોબારી ચેરમેન દિનેશભાઈ પંચાલ, નગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવેલ છે. નગરના વિકાસના આ અવસરે નગરના સહુ લોકો ઉપસ્થિત રહી સહભાગી થાય તે માટે પાલિકા પરિવાર દ્વારા નગરના લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી ઈ.આમંત્રણ આપવામાં આપેલ છે.

Share

Related posts

એક વર્ષના બાળકની માતા અને દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને ઓડિશામાં જીત્યો બ્રોન્ઝ મેડલ – જાણો વધુમા

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં “નળ આયા પણ નળમાં જળ ના આયા” – ગાંધીનગર વાસ્મો કચેરીના આદેશોથી તપાસનો ધમધમાટ શરૂ

gujaratjanekta

ઝાલોદ નગરમાં અચાનક વરસાદ પડતાં વ્યાપારી વર્ગની ગ્રાહકી ખોરવાઈકમોસમી વરસાદ થી પૃથ્વીનો તાત ( ખેડૂત) ચિંતિત પલટાતા હવામાનને લઈ બીમારીઓ વધે તેવી શકયતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial