Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના ફતેપુરાની ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા મુકામે ભાઈ બીજના દિવસે નવા વર્ષના શુભારંભે સ્નેહમિલન કાર્યક્રમની સાથે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા જે જુના અખંડ પંચમહાલ જિલ્લા ની ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજીના આશીર્વાદથી બનાવેલ પ્રથમ પ્રજ્ઞાપીઠ, જીવંત અને જાગૃત, જનજાગરણ કેન્દ્ર તરીકે વિકસિત બનેલ છે, તેવા ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા, તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, લીમડીયા તથા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા ફતેપુરા તાલુકાના ગાયત્રી પરિજનોનુ નવા વર્ષ નુ અદભુત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા યુગ સંગીત સાથે દીપ પ્રાગટ્ય કરી પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજના આ દિવ્ય પ્રસંગે ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર સંગઠનના 50 થી વધુ કાર્યકર્તાઓ, શાખા સંચાલકશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગાયત્રી પરિવારની 25 થી વધુ બહેનોનું પ્રમુખ કાર્યકર્તા તરીકે મહિલા મંડળો બનાવવા બદલ મંત્ર દુપટ્ટાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.યુવામંડળ ગઠન માટે યુવાઓનું પણ દુપટ્ટા દ્વારા ગોપીચંદ ભુરીયા પ્રભારી યુવા સંગઠક દાહોદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા . તેમજ પ્રબુદ્ધ વર્ગના 4 જેટલાં નવા ડોક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું . અને ગાયત્રી પરિવારના શાંતિકુંજ હરિદ્વાર ખાતે યોજાયેલ પત્રકાર શિબિરમાં ભાગ લીધેલ પત્રકાર શ્રી નીતિનભાઈ ભાભોર તથા શ્રી ગુલાબસિંહ બારીયાનું તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વધુમાં ગોપીચંદ ભુરીયા યુવા સંયોજક દ્વારા શાંતિકુંજ હરિદ્વાર ગુરુદેવનો યુગ સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે સૌને યુવા જાગૃતિ અભિયાન માટે પોતાનો સમય, પ્રતિભાનો ઉપયોગ કરી નવા યુવાનો તૈયાર કરવા હાકલ કરી હતી તેમજ રૂપસિંહ ચંદાણા જિલ્લા સંયોજકશ્રી દ્વારા ગાયત્રી પરિવારની કામગીરીની સમીક્ષા કરી જન-જન સુધી મંડળનો વિસ્તાર કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે ઉપઝોન પ્રભારીશ્રી રામજીભાઈ ગરાસીયાએ યુગ સંદેશ આપતા જણાવ્યું હતું કે સમાજમાં વ્યાપક બનેલી દુ:ષ પ્રવૃત્તિઓ ઘટાડવા માટે પોતાના વિસ્તારની જવાબદારી સ્વીકારી પ્રજ્ઞા મંડળ, મહિલા મંડળ, યુવા મંડળમાં દરેકે દરેક પાંચ-પાંચ નવા પરિજનોને સામેલ કરી ગુરુજીના વિચારો મંત્ર લેખન,પ્રજ્ઞા અભિયાન,યુગ શક્તિ ગાયત્રી, અખંડ જ્યોતિ, ક્રાંતિ ધર્મી સાહિત્ય, કેલેન્ડર ઘર-ઘર સુધી પહોંચાડવા જણાવીને અને 2026 ની વસંત પંચમીએ અખંડ દીપની જન્મ શતાબ્દી અને ગુરુદેવની સાધના ના પ્રારંભ ની જન્મ શતાબ્દી ભવ્ય રીતે ઉજવણી કરવા તન, મન,ધન થી જોડાવા પરિજનો કામે લાગી જવા જણાવ્યું હતું અને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં ફતેપુરા વિસ્તારના ધારાસભ્ય અને નવા વરાયેલ પશુપાલન તથા સહકાર મંત્રી શ્રી રમેશભાઈ કટારા તથા રમેશભાઈ તેરસિંગભાઈ કટારા સાંઈ નર્સિંગ કોલેજના પ્રમુખ, ટીનાભાઇ પારગી જિલ્લા પંચાયત સભ્ય સલારા, રિતેશભાઇ કલાલ તથા સરપંચશ્રીઓ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી નવા વર્ષની શુભકામના પાઠવી હતી. દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠનના જિલ્લા સંયોજક શ્રી રૂપસિંહ ચંદાણા, ઉપજોન યુવા પ્રભારી ગોપીચંદ ભુરીયા,ગાયત્રી શક્તિપીઠ લીમડીથી રસુભાઈ ભાભોર, સમસુભાઈ કટારા તેમજ સંતરામપુર, કડાણા, ફતેપુરા, મોરવા હડફ,સંજેલી, ઝાલોદ,લીમડી, સુખસર વગેરે તાલુકાનાં વરિષ્ઠ પરિજનો પધાર્યા હતા અને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞમાં યજ્ઞ આહૂતી આપી હતી.શ્રીફળ હોમ કરી પૂર્ણાહુર્તિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું વ્યાસપીઠ સંચાલન આદરણીય રામજીભાઈ ગરાસીયા,નાથાભાઈ ડામોર, ગેમાભાઈ ભગોરા,પારસિંગભાઈ ડોડીયાર વગેરે દ્વારા તથા શ્રી તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ લીમડીયાના સમગ્ર ટ્રસ્ટીગણ, સમસ્ત ટીમ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્રારા સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

gujaratjanekta

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin

મોડાસામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, મધુસૂદન મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત, ભાજપ પર પ્રહારો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial