સોલંકી કિશોરસિંહ,
દાહોદ જિલ્લા કક્ષાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર આયોજિત દાહોદ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા 2025/26 ની 12 /08 /2025 ના રોજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગરાળામાં આયોજન થયુ. જેમાં પાંદડી મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોએ 6 થી14 વયકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. જેમાં એકપાત્રીય અભિનય, આદિવાસી લોકનૃત્યમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો. એક પાત્રીય અભિનયમાં પસાયા સાક્ષી મુકેશભાઈએ શિક્ષકની મનોવ્યથા વિષય પર પોતાની આગવી છટાથી રજૂઆત કરી શાળા તથા ગામનુ ગૌરવ વધારેલ છે. તમામ બાળકોએ શાળા ના શિક્ષક સ્મિતાબેન ચરપોટ તથા મનીષભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ભાગ લીધેલ હતો. પાંદડી પ્રાથમિક શાળાનુ ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્યશ્રી અનિલભાઈ પરમાર તથા ગરબાડા તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી દલસિંગભાઈ પરમાર દ્વારા વિજેતા બાળકો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ છે.

