શહેરના નારાયણ આશ્રમથી શાખા ગ્રાઉન્ડ (બાબાવાડી) શોભાયાત્રામાં ભાવિકો જોડાયા
| માંડવી:’
માંડવીમાં ભજનસમ્રાટ બહ્મલીન નારાયણ બાપુની રજત નિર્વાણતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત દિવ્ય કથાનું આયોજન શાખા ગ્રાઉન્ડ ખાતે કરાયું છે.
કથાનું મંડપારોપણ મહંત શ્યામભારતી બાપુની ઉપસ્થિતિમાં શૈલેષભાઈ મડિયાર, મંગલભાઈ ગઢવી, રોનકભાઇ દરજીના હસ્તે થયું હતું. કથાકાર અશ્વિનકુમાર શાસ્ત્રીનાં વ્યાસાસને આગામી તા.૯થી યોજાનારી કથાની તૈયારી કરાઈ રહી છે. કથાકારે માંડવીની તપોભૂમિથી બ્રહ્મલીન નારાયણબાપુએ ભજન દ્વારા ભગવાનને પામવાનો ભજનવાણીના સાક્ષાત્કાર જગતને કરાવ્યો હતા, ત્યારે આ દિવ્ય કથાનો લાભ સૌને લેવા જણાવ્યું હતું.
કથા સમિતિના પ્રમુખ સામતસિંહ સોઢાએ કથાનાં આયોજન વિશે માહિતી આપી હતી. સાધ્વી જયાભારતીજી, ચારણ સમાજના અગ્રણી કૈલાસદાન ગઢવી, દીપક સોની, દેવરાજ ગઢવી, નરેન સોની, મુકેશ જોષી, ડૉ. પારુલબેન ગોગરી, શાંતિલાલ ગણાત્રા, સુજાતાબેન ભાયાણી, પલ્લીબેન દવે, લક્ષ્મીદાસ કંસારા, ભરત ગઢવી, પ્રવીણ દરજી, ગોપાલ ગઢવી, રોનક દરજી સહિત ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ આશ્રમથી શાખા ગ્રાઉન્ડ (બાબાવાડી) શોભાયાત્રામાં ભાવિકો જોડાયા હતા. વ્યવસ્થા પીયૂષ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા, કિશન રોનક, વિશ્રામ ગઢવી સહિતે સંભાળી હતી.

