પંકજ પંડિત
ઝાલોદ નગરમાંગણપતિના આગમન જોવા આખું નગર ઉમટી પડયું… બાપા તો વડબજારના ઝાલોદ નગરના જયદેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે જય દેવા ગ્રુપ દ્વારા નગરના સહુ ગણપતિ આગમન થી હટકે…નયનરમ્ય ગણપતિ આગમન કરતા હોય છે અને નગરના લોકોએ વડબજારના મહારાજાનુ આગમન જોતા જ ભગવાન ગણપતિના સાક્ષાત્કાર થતા હોય તેવી સુંદર નયનરમ્ય ગણપતિ મહારાજની પ્રતિમા હતી.જયદેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતું આગમન નગરના સહુ ગણપતિ આગમન થી હટકે જોવા મળ્યું હતું. બસ સ્ટેશન વિસ્તારમાં બાપાના પ્રથમ દર્શને ભવ્યાતિભવ્ય ફટાકડાની આતશબાજી તેમજ જયદેવા ગ્રુપના સહુ સદસ્યોનો અલગ ગણવેશ અને ચીંપાંજીં, વાનર સેના, વિરાટ હનુમાન જેવી નયનરમ્ય ઝાંખી જોઈ સહુ નગરજનોના મુખે એક જ વાત બાપા તો વડબજારના…. જયદેવા ગ્રુપના વડબજારના મહારાજાના આગમનને વધાવવા ફૂલો થી સ્વાગત નગરજનોએ કર્યું હતું. નગરમાં ગણપતિ આગમનને વધાવવા માટે વાજતે ગાજતે રાસ ગરબાની રમઝટ સાથે ભાવિક ભક્તો ભક્તિ રસમાં લીન થયેલ જોવા મળતા હતા. છેલ્લે વડબજારના મહારાજા સ્થળ પર પહોંચતા જયદેવા ગ્રૂપની મહિલાઓ દ્વારા સ્વાગત નૃત્ય કરી બાપાને આવકાર આપ્યો હતો. છેલ્લે શિસ્ત અને અનુશાસનમા માનતા જયદેવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રગાન ગાઈ આગમનની સમાપ્તિ કરી હતી.

