Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ગોધરાણું ગૌરવ : દેશમાં એકમાત્ર ડૉ આનંદ દરજીની TEECE એવોર્ડ થી સન્માનિત

ગોધરાના વતની હાલ ચેન્નઈમાં સોલાર ટર્બાઈન, કેટરપીલર ઈન્ડીયા, કુા. મા એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ડો. આનંદ પંકજકુમાર દરજીની અમેરીકાની ખ્યાતનામ સંસ્થા અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (ASME) દ્વારા ટર્બો એકસપો અર્લી કેરિયર એન્જીનીયર ટ્રાવેલ એવોર્ડ (TEECE)માટે સમગ્ર ભારતમાથી એક માત્ર તેઓની પસંદગી થઈ છે. તે ઓને તાજેતરમાં મેમ્ફીસ (ટેનેસી, US) ખાતે, ટર્બો એકસ્પો-૨૦૨૫ મા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડો આનંદ દરજીએ ગોધરાનું ગૌરવ વધારતા પરિવારજનો તથા મિત્રો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

Share

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સંતરામપુરમાં ભવ્ય “@૧૫૦ યુનિટી માર્ચ” એકતા યાત્રા યોજાઈ

gujaratjanekta

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરાના મુસ્લિમ કસ્બા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નિકળી – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial