Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક્સ-રે વાનનું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજરોજ નાની ઢઢેલી પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય તિલાવત,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રમેશ પહાડિયા,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ અમલીયારના માર્ગદર્શન હેઠળ સો દિવસ ટી.બી કમ્પેઇન અંતર્ગત પી.એચ.સી મેડિકલ ઓફિસર તથા દીપક ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી એક્સ-રે વાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બી.પી,સુગર,લોહીના રિપોર્ટ,આંખની તપાસ તથા વજનની તપાસ કરવામાં આવી હતી,જેમાં કુલ 110 લોકોના એક્સ-રે તથા તપાસ કરવામાં આવી હતી.તથા પી.એમ.જે.એ.વાય બાકી રહેલ લાભાર્થીઓના કાર્ડની આગળની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

Share

Related posts

મહીસાગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓનો અશ્રુભીની આંખે વિદાય-સત્કાર સમારંભ યોજાયો – જાણો વધુ

gujaratjanekta

બી એલર્ટ – સુરતમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર ઘાયલ

Admin

છેલ્લા દોઢ વર્ષથી અપહરણ થયેલ ભોગ બનનાર દિકરીને તથા આરોપીઓને વારાણસી (ઉત્તરપ્રદેશ) થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ તથા ચાકલીયા પોલીસ ધ્વારા ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને વારાણસી (બનારસ)ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામા આવેલ દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial