Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલનુ SSC નું 77.73% પરિણામ બાળકીઓએ મેદાન મેદાન માર્યું

પંકજ પંડિત

દાહોદ જિલ્લાનું 81.29% અને ઝાલોદ કેન્દ્રનુ 71.90% પરિણામગુજરાત રાજય SSC ગુજરાત બોર્ડનું આજરોજ 08-05-2025 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યનું પરિણામ 83.08% આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાનું પરિણામ 81.29% તેમજ ઝાલોદ કેન્દ્રનુ પરિણામ 71.90% અને ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલનુ પરિણામ 77.73% આવેલ હતું.
ઝાલોદ નગરની કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ નગરની સૌથી જૂની તેમજ મોટી શૈક્ષણિક સ્કૂલ છે. આ સ્કૂલ ઝાલોદ નગરમા મોટું નામ ધરાવે છે. તેથી અહીંયા બાળકો પણ અભ્યાસ માટે વધુ આવતા હોય છે. આજરોજ SSC બોર્ડનું પરિણામ આવતા દરેક બાળકોએ પોતાનું પરિણામ ઓનલાઈન જોયું હતું તેમજ અમુક બાળકોએ સ્કૂલનો સંપર્ક કરી પરિણામ જાણ્યુંહતું.ઝાલોદબી.એમ.હાઈસ્કૂલનુ પરિણામ 77.73% આવ્યું હતું જેમાં પ્રથમ ત્રણ નંબર પર સ્કૂલના બાળકો ઉત્તીર્ણ આવતા સ્કૂલના પ્રિન્સિપાલ યુક્તિ પંચાલ દ્વારા તેઓને ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રથમ ત્રણ નંબર આવેલ બાળકો પોતાના સ્કૂલ આચાર્યોના આશીર્વાદ લેવા તેમજ મીઠાઈ ખવડાવવા પોતાના વાલીઓ સાથે સ્કૂલમાં આવેલ હતા. દરેક બાળકોમાં સારા ગુણ આવવાની ખુશી તેમના ચહેરા પર જોવા મળી હતી. દરેક બાળકોએ સ્કૂલના અભ્યાસની ભારોભાર પ્રસંશા કરી હતી તેમજ બાળકોના કહેવા મુજબ દરેક શિક્ષકોનુ અભ્યાસને લઈ બાળકો સાથે ખૂબ સારું કોમ્બિનેશન હતું.દરેક શિક્ષકો બાળકો સાથે સાતત્ય જાળવી ખૂબ સારો અભ્યાસ કરાવતા હતા. ઝાલોદ કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ અને સ્કૂલના પ્રિન્સિપાલ યુક્તિ પંચાલે દરેક બાળકોને ખૂબ સારા ગુણ લાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેઓ આવનાર સમયમાં પણ ખૂબ સારું ભણી ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલમા પ્રથમ ત્રણ ક્રમાંકમા આવેલ બાળકો
1] બામણીયા પૃથા રાજેશ 567/600 94.50% ( 99.06pr )
2] પરમાર દિયા અજય 553/600 92.17% ( 97.64pr )
3] મહીડા નીયતિ નરેન્દ્ર 552/600 92% ( 97.52pr )

Share

Related posts

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા મુખ્યમંત્રી સાથે મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરી બાપુએ બેટી બચાવો પર ભાર મુકતા કહ્યુ : દેશને આંદોલનની નહી, જાગૃત થવાની જરૂર – શિવતાંડવ નૃત્‍યનો VIDEO થયો વાયરલ

gujaratjanekta

દેશના 9 વિપક્ષી નેતાઓમાં કેજરીવાલ, મમતાજી, પવારે PM મોદીને પત્ર લખીને કરી આ માંગણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial