Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદના પેથાપુરમાં દુષિત અને ગટરનું ગંદુ દુર્ગંધવાળુ પાણી આપતા ગ્રામ્યજનોનો હોબાળો

પંકજ પંડિત

ઝાલોદના પૂર્વ પટ્ટીનો વિસ્તાર અને જ્યાં સરકારી સુવિધાઓને માત્ર કાગળ ઉપર બતાવી વિકાસની હરણફાળ ભરતા હોઈ તેવો મેકઅપ જેવો વિકાસ અંતરિયાળ વિસ્તારમાં થાય છેપેથાપુર ગામ ઝાલોદ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં લીમડી પછી મુખ્ય વેપારી મથક તરીકે વિકસી રહ્યું છે જ્યાં પીવાના પાણી માટેનો સ્ત્રોત કોતેડામાં આવતું પાણી તેમજ તે પાણીને કૂવામાં ઠાલવીને પીવા માટે ગ્રામ્યજનોને આપવામાં આવે છે જે પીવા માટે શુદ્ધ ના હોવા છતાં આપવામાં આવતું હોઈ છે જે સ્વાસ્થ્યને નુકશાનકારક તેમજ ચામડીમાં રોગો ઉત્પન્ન કરે એવું હોવા છતાં પાણી સમિતિ દ્વારા આપવામાં આવે છેહાલમાં પીવાના પાણીના વાલ્લમાં ગંદકીથી ખદબદતી ગટરનું દુષિત પાણી ભળતું જોવા મળી રહ્યું છે જે પાણી ગ્રામ્યજનો પીવા માટે અપાય છે તેમજ વોટર ફિલ્ટર દ્વારા પીવાના પાણી પૂરું પાડવામાં આવે એટલી માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવતા છતાં ખર્ચો માત્ર પાણીની જેમ અશુદ્ધિમાં જઈ રહ્યો હોઈ તેમ જોવાય રહ્યો છેસરકારશ્રી દ્વારા ગ્રામ્યસ્તરે પીવાના પાણી માટે વિવિધ યોજનાનો જેમાં નલ સે જલ, પાણી સમિતિઓ બનાવેલ જે માત્ર સરકારના નિયમોનુસાર બનવા માટે હોઈ તેમ રજૂઆત કરવા છતાં પીવા માટે પંચાયત દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવેલ નથી વર્ષ 2021 થી આજ સુધી લાખો રૂપિયા સરકાર દ્વારા પેથાપુર પંચાયતને ફાળવેલ છે જેમાં પંચાયત દ્વારા 15માં નાણાં પંચમાં દરવર્ષે માત્ર ગામતળમાં પીવાના પાણી માટે લાખો રૂપિયાનો ખર્ચો સરકારી ચોપડે નોંધાયેલા છે જેમાં પીવાના પાણીના પાણીના નવા સોર્સ માટે, નવીન પાઇપલાઇન માટે 15માં નાણાં પંચમાં માત્ર સ્વચ્છતા અને પીવાના પાણી માટે 50 ટકા ગ્રાન્ટ ઉપયોગ કરવામાં આવતો હોવા અંગેનો ઉલ્લેખ છે જે મુજબ ખર્ચ પણ કરેલ હોવા છતાં ગ્રામ્યજનોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથીજે બાબતે વારંવાર વહીવટદાર શ્રીને મૌખિક રજૂઆતો કરેલ હોવા છતાં પંચાયતના પેટનું પાણી પણ અશુદ્ધ હોઈ તેમ હલતું નથી ત્યારે ગ્રામ્યજનો દ્વારા આગામી સમયમાં જો શુદ્ધ પાણી આપવામાં ન આવે તોહ આંદોલનના માર્ગે જઈ પંચાયત સામે માટલા ફોડ કરવામાં આવશે અને પીવાના પાણી માટે ખોટી રીતે વાપરેલ પૈસાનો કાયદાકીય માહિતી મેળવી દુષિત અને ગંદુ દુર્ગંધ વાળું પાણી પીવડાવવા સામે અને આરોગ્યને હાની પહોચાડવા સામે વહીવટદાર સામે કોર્ટકેસ કરવા સુધીનો આક્રોશ ગ્રામ્યજનો જણાવી રહ્યા છે.

Share

Related posts

ખેડૂતો માટે નવું જ્ઞાન: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 

gujaratjanekta

અમદાવાદ ખાતે યોજાયેલ 14 માં ખેલમહાકુંભમાં વડોદરાના કાવ્ય સક્સેનાએ લોન ટેનિસમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ – જાણો વધુમા

gujaratjanekta

કરાટે સ્પર્ધામાં પાટણના બાળકોએ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચ મેડલ મેળવ્યા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial