Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ શહેર ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખની ઉજવણી પ્રસંગે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી

 

પંકજ પંડિત
ઝાલોદ શહેર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અમદાવાદ નીકોલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઓબીસી સમાજમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમની કામગીરી નોંધપાત્ર રહેલ છે તેમજ ભાજપ દ્વારા સંકલનને જે જવાબદારીઓ સોંપેલ હતી તે તમામ જવાબદારીઓમા તેઓની મહત્વની ભૂમિકા ભજવેલ છે તેને લઈ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના સુકાની બનાવવામાં આવેલ છે.ગુજરાત ભાજપના 14 મા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણીને વધાવવા માટે ઝાલોદ ભાજપ શહેર પ્રમુખ મયુર પંચાલ, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ ભાજપના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ બસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી નવા પ્રમુખની વરણીને વધાવતા ફટાકડાની ભવ્ય આતશબાજી કરી ઉપસ્થિત સહુ ભાજપના કાર્યકર્તાઓનુ મોઢું મીઠું કરાવી નવા ગુજરાત ભાજપ પ્રમુખને આવકારવામા આવ્યા હતા તેમજ ભાજપના ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી ભાજપ પાર્ટીને નવી ઊંચાઈએ લઈ જઈ વિકાસના વિઝનને મજબુત બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Share

Related posts

રાજયના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભો સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા : CM

Admin

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

gujaratjanekta

સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial