Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ

પંકજ પંડિત.

નાની જગ્યામાં જાહેર સભા સર્જાતા અવ્યવસ્થા સર્જાઈનગરમાં રોડ શો દરમ્યાન આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પર માલ્યાર્પણ કરવાનું ભૂલ્યા જનતામાં નારાજગી જોવાઈઝાલોદ નગરમાં આજરોજ તારીખ 07-03-2024 ના રોજ સાંજના આસરે 4:30 કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો પ્રવેશ થયો હતો. રાહુલ ગાંધી ઝાલોદ નગરની ઘાવડીયા ચોકડી ખાતે થી આવતા ત્યાં આસરે 2000 બાઇક સવારોએ કોંગ્રેસના ઝંડા સાથે રાહુલ ગાંધીને આવકારવા આવેલ હતા.રાહુલ ગાંધી ઠુઠી કંકાસીયા ચોકડી પર આવતા ચારે બાજુ થી ટ્રાફિક જામ થઇ ગયેલ જોવા મળેલ હતું. રાહુલ ગાંધી સભા સ્થળે આવતા રેલીમા આવેલ જાહેર જનતાએ તાળીઓના ગડગડાટ અને સૂત્રોચ્ચાર સાથે વધાવી લેવામાં આવેલ હતું. આજની આ સભામાં કોંગ્રેસના ગુજરાત, મધ્યપ્રદેશ,રાજસ્થાન તેમજ બીજા ઘણા વિસ્તારના આગેવાનો અને નેતાઓ હાજર રહેલ હતા. કોંગ્રેસના નેતાઓ સાથે આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ લેવલના નેતા પણ હાજર રહેલ હતા. રાહુલ ગાંધીનું સ્વાગત આદીવાસી બંડી,તીર કામઠા , ભોંયરું તેમજ છબી આપી કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલ હતું.જાહેર સભા દરમ્યાન રાહુલ ગાંધીએ અદાણી, અંબાણી તેમજ ટોચના ઉદ્યોગપતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ સાથે સાથે ભારતના આદીવાસી મહિલા રાષ્ટ્રપતિ કેમ હજુ સુધી અયોધ્યા ખાતે રામ મંદિરના દર્શન કરવા નથી ગયા તેમ પણ રેલીમાં કહેલ હતું. રેલીમાં પત્રકારો પર પણ કટાક્ષ મારતા કહ્યું કે આજના પત્રકારો પણ જાહેર મુદ્દાઓને લઈ કઈ બોલતી નથી કે બતાવતી નથી. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતાં કહેલ હતું કે આદિવાસીઓ ને અન્યાય થઈ રહેલ છે જેની સત્તામાં માત્ર 6% ભાગીદારી છે. દેશના 73% લોકોના ખિસ્સા માથી રૂપિયા જઈ રહેલ છે અને આ રૂપિયા મુટ્ઠીભર ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જઈ રહેલ છે. લાખો શિક્ષિત લોકોને રોજગાર નથી મળી રહેલ તેવા પણ આક્ષેપ કરેલ હતા.રાહુલ ગાંધીનો રોડ શો નીકળતા ભારી અફડાતફડી સર્જાઇ હતી આ રેલી જોવા આવેલમા ધક્કામુક્કી સર્જાતા અમુક લોકો પડી પણ ગયેલ હતા. પોલીસ દ્વારા રોડ શો દરમ્યાન અને જાહેર વ્યવસ્થામાં પૂરતો બંદોબસ્ત ન હોવાથી આવું બનેલ હતું. મીડિયા અને પ્રેસ મોટા પ્રમાણમાં આવેલ હતી તેમને પોલીસ દ્વારા આઈ કાર્ડ ઇસ્યુ થયેલ ન હતા તેમજ જેમના પાસે હતા તેમને પણ પોલીસ દ્વારા અંદર પ્રવેશ કરવા દેવામાં આવેલ ન હતો. આમ પોલીસ દ્વારા રોડ શો તેમજ જાહેર સભા સ્થળે પૂરતું આયોજન ન હોય તેવું જોવા મળેલ હતું.રાહુલ ગાંધીનો રોડ શો સ્વર્ણિમ સર્કલ થી આંબેડકર ચોક , સરદાર ચોક થઈ મુવાડા ઝાલા વસૈયા ચોક થી લીમડી કંબોઇઘામ જવ રવાના થઇ હતી. રસ્તામાં આવતી આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમા પર માલ્યાર્પણ ન કરવામા આવતા નગરના અમુક લોકોમા રોષની લાગણી પણ જોવા મળી હતી. આ રેલી જવા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ જોવા મળેલ હતું.

Share

Related posts

ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

gujaratjanekta

હર ઘર તિરંગા અભિયાન” લીમખેડા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ

gujaratjanekta

જય જોહાર, જય આદિવાસી એક તીર એક કમાન આદિવાસી એક સમાન જેવા નારા થી ઝાલોદ નગર ગુંજી ઉઠયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial