Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચચાાસ્પદ રાયોટીંગના ગુન્હા મુખ્ય સુત્રધાર જાકીર અહેમદ જભા ને મહારાષ્ટ્ર રાજયના ભીવંડી ખાતેથી ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા એલ.સી.બી/એસ.ઓ.જી. પોલીસ

રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી ગોધરા

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચોધરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાત નાઓએ જિલ્લા મા આવનાર સમય મા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આવનાર હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જરવાય રહે તે હેતુ થી ગંભીર પ્રકાર ના ગુન્હા ઓ મા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ ને ઝડપી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અન્વયે પંચમહાલ ગોધરા એસ.ઓ.જી તેમજ પંચમહાલ એલ.સી.બી ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથધરી ગોધરા શહેર ના બહુ ચર્ચિત બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના રાયોટિંગ તેમજ આગ ચંપી કેસ ના મુખ્ય સૂત્રધાર ઝાકીર એહમદ ઝભા ને મહારાષ્ટ્ર ના ભીવંડી ખાતે થી મહારાષ્ટ્ર પોલીસ ની મદદ થી ઝડપી પાડ્યો હતો.ઝાકીર એહમદ ઝભા ની ચોક્કસ માહિતી આધારે એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એ વાઘેલા દ્વારા સયુંકત ટીમ બનાવી ભીવંડી , મહારાષ્ટ્ર ખાતે મોકલ્યા હતા આ ટીમ મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ ટીમને જરૂરી ટેકનીકલ મદદ પુરી પાડવાત મા આવેલ અને ટીમના પોલીસ સ્ટાફ એ આરોપી ઓળખી ન શકે તે રીતે વેશ પલટો કરીને આરોપીની વોચ કરેલ અને વોચ દરમ્યાન આરોપીજાકીર અહેમદ જભા ને હોટલ અના સાગર, નાશીક રોડ, ભીવંડી ખાતેથી પકડી પાડીઆગળની જરૂરી કાર્યવાહી સારૂ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાત અંગે ની તજવીજ હાથ ધરવા માં આવેલ. ગોધરા એસ.ઓ.જી તેમજ એલ સી બી પોલીસ ને એક મોટી સફળતા મળી હતી.

Share

Related posts

જિલ્લા પંચાયયના ખેતીવાડી અધિકારી અને દાહોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા આંગણવાડી અને પ્રાથમિક શાળાઓના પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

ફતેપુરા માં શહીદ દિન નિમિત્તે મામલતદાર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

gujaratjanekta

રશિયા બન્યું વધુ આક્રમક, યૂક્રેન પર કર્યા મિસાઈલથી હુમલા, બેલારુસ જશે પુતિન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial