Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

દાહોદ:-વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રતભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.
પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનશ્રીના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા. વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે

Share

Related posts

ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા

gujaratjanekta

ઝાલોદ તાલુકાની કાળી મહુડીના વોર્ડ નંબર 4 ના જાગૃત નાગરિક દ્વારા ખોટા વ્યક્તિ દ્વારા કાવતરુ રચી ફોર્મ ભર્યાની તપાસ કરવા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી

gujaratjanekta

વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતાં ઈસમોને ઝડપી પાડવા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial