Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગાંધીનગર : સરગાસણમાં THE HYPE CAFE નામના હુક્કાબાર ઉપર SOGની રેડ, સંચાલક સહિત પાંચ સામે ગુનો દાખલ

 સંકેત પંડ્યા – એડિટર
ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં યુવા વર્ગને નશાના રવાડે ચઢતાં અટકાવવા નશાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વી.ડી.વાળા તથા આર.આર.પરમાર સક્રિય થયા હતા. જે અન્વયે બાતમી મળેલ કે,સરગાસણ ખાતે આવેલ કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કુલની સામે યુવરાજસિંહ ઝાલા નામનો ઇસમ “THE HYPE CAFE& RESTRO“નામનુ હુક્કાબાર ચલાવે છે. જેમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફલેવર એડ કરી હુક્કાબારનો ધંધો કરે છે. અને ઘણા ગ્રાહકો હુક્કા બારમાં બેસી હુક્કો પીવે છે. જે ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે હુક્કાબાર ઉપર દરોડો પાડયો હતો. જ્યાં હુક્કાબાર સંચાલકના કર્મચારી નવનીત સંદીપ કદમ (રહે. સી/17 સર્વોતમનગર, અવની ભવન પાસે,ચાંદખેડા), અંકીત દિપકભાઇ અગ્રવાલ (રહે. કે/૧૨ ધનશ્યામ નગર સોસાયટી, કલેકટર કચેરી સામે, સુભાષબ્રીજ), અબ્દુલ બારીક અને ઈનામ અબ્દુલહનન (બંને રહે. ઉક્ત કેફેની ઓરડી) ની ધરપકડ કરી લીધી હતી. આ રેઇડ દરમિયાન એસઓજીએ ચીલમના હુક્કા નંગ-8, હુક્કાની જુદી-જુદી ફ્લેવરોના નાના મોટા પેકેટ તથા ડબ્બા કુલ નંગ-147, હુક્કામાં લગાવવાની પ્લાસ્ટીકની જુદા-જુદા કલરની પાઇપો, એલ્યુમીનીયમ ફોઇલનો રોલ નંગ – 5,એક લોખંડની કોલસા ઝારવાનો ઝારો, ચિલમમાં કોલસા ભરવા માટેનો ચિપીયો, કેશ કાઉન્ટરમાંથી મળી આવેલ રોકડ રકમ રૂ.3150 તેમજ બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 54 હજાર 520 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
Share

Related posts

ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓની હડતાળનો આખરે અંત – સરકારે 5માંથી 4 માંગણી સ્વીકારી- જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિતે બાલિકાઓ ને ફ્રૂટ વિતરણ કર્યું

gujaratjanekta

પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ નો શુભારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial