Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવગઢ બારીયા તાલુકાના સેવાનીયા પ્રોપાર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ યોજનાઓ હેઠળ કાર્યક્રમ યોજાયા

દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના તાલુકામાં સંકલિત બાળવિકાસ યોજના અધિકારીશ્રી એમીબેન જોસેફ, ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, સુપરવાઈઝર શ્રી, ગામના અન્ય આગેવાનો, ગ્રામજનો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, ભાઈઓ, બાળકો વગેરેની હાજરીમાં સેવાનીયા પ્રોપાર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ યોજનાઓ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

જે અંતર્ગત બાળકોને સ્માર્ટ આંગણવાડી અંતર્ગત આવેલ કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં બાળકોના દફતર, યુનિફોર્મ, પાણીની બોટલ, કંપાસ, ટિફિન બોક્સ, ચિત્ર પોથી વગેરેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલિત બાળવિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા વાલીઓને બાળકો રોજ આંગણવાડી પર આવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વધુમાં વાલીઓને સમજ આપવામાં આવી હતી કે બાળકના જન્મ બાદ માતા બે મહિના સુધી સતત મકાઈની રાબનો ખોરાક લેવાનો જે રિવાજ છે તેનાથી માતા અને બાળકના પોષણમાં ખરાબ અસર પડે છે. ખોરાકમાં બધા જ પ્રકારના કઠોળ, દાળ, લીલા શાકભાજી, ભાત, દૂધ , દહી, ફળ વગેરેનો સમાવેશ કરવો જરૂરી છે. તે અંગેની જાણકારી ઉદાહરણો દ્વારા આપવામાં આવી હતી.

ખાસ કરીને ભાઈઓને સમજાવવામાં આવ્યા કે ઘરે સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓના પોષણ અંગે ખાસ ધ્યાન આપવું જોઈએ, આંગણવાડીમાથી દર મહિને મળતું ટેક હોમ રાશનમાં પોષક તત્વો ઉમેરેલા હોય છે જે ઘણા ગુણકારી હોય છે. આથી દરેક બહેનો રોજ માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ, બાલ શક્તિમાથી નાસ્તો બનાવી તેનો રોજ ઉપયોગ કરવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર રોજ એક સમય ભોજન આપવામાં આવે છે તે અંગે વધુ માં વધુ લાભાર્થીઓ લાભ લે તે બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

Share

Related posts

ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ટેન્કર દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં બોલેરો અને મોટર સાયકલને નુકશાન

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial