Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે ધાવડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડિયાની આંગણવાડી ખાતે લઘુ શિબિર યોજાઈ જેમાં ગામ માંથી લક્ષિત દંપતીને બોલાવવામાં આવેલ હતા આ શિબિરમાં વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન બાળલગ્નો અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ,અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો કોપર ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓ માં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દિકરી યોજના વિશે ખૂબજ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ માં પ્રા આ કેન્દ્રના CHO તથા તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઈઝર લક્ષિત દંપતી આશા બહેન સહીત હાજર રહયા હતાં.

Share

Related posts

ઝાલોદ પોલીસ સ્ટેશનમા’વંદે માતરમ’ના સામુહિક ગાન અને ‘સ્વદેશી’ શપથ લેવામાં આવ્યા

gujaratjanekta

ઝાલોદ તા.વિકાસ અધિકારને મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત

gujaratjanekta

મહીસાગર જીલ્લાની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બન્યું અનેરું વન કવચ : સા.વ. લુણાવાડાના RFO જે.ટી મકવાણાની ઉત્કૃષ્ટ કામગીરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial