Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મીના વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં મા ભોમની રક્ષા કાજે લડતાં જવાનોએ શહાદત વહોરી છે, શહીદ થતાં થતાં પણ પાકના નાપાક આતંકવાદીઓને મચક આપી નહોતી. કઠુઆના માચેડી એરિયામાં થયેલા આર્મી વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ થયાં છે. સેનાના 9 કોર્પ્સના અધિકારક્ષેત્રમાં આર્મીની ગાડી પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, આતંકી હુમલા બાદ આતંકવાદીઓ ભાગી નીકળ્યાં હતા. છેલ્લા એક અઠવાડિયામાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોના મોટા સફાઈ અભિયાનમાં ઘણા આતંકીઓ માર્યાં ગયા છે તો સામે પક્ષે આતંકવાદીઓ પણ ભુરાયા થયાં છે અને આડેધડ હુમલાને અંજામ આપી રહ્યાં છે.

રાજૌરીમાં પણ આતંકી હુમલો

ગઈ કાલે રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા આગામી તહેવારોને અનુલક્ષી નગરમાં ફૂટમાર્ચ કાઢવામાં આવી

gujaratjanekta

દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો બાળકો અને સગર્ભા મહિલાઓનું કરી રહી છે રસીકરણ

gujaratjanekta

દાહોદના શ્રીમતિ રેખાબેન પારગીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી પી.એચ.ડી. (Ph.D.)ની પદવી મેળવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial