Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલ ઈસમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સો લુંટ કરી નાસી છુટયા

 

62500 રૂપિયાની સોનાચાંદીની રકમની લુંટની ઘટના સર્જાઈલીમડી મુકામે કારઠ રોડ પર રહેતા ખેતી અને પશુપાલનનો ઘંઘો કરતા પ્રેમચંદ મોતીભાઈ માળી જેમની ઉમર આસરે 72 વર્ષની છે તેઓ દાહોદ રોડ પર આવેલ ટ્રેક્ટરના શો રુમની અંદરના રસ્તે આશીષ માળીના કમ્પાઉન્ડની પાછળ સવારે 8 વાગ્યાના અરસામાં ભેંસો ચરાવી રહેલ હતા. ત્યારે સવારે 10 વાગ્યાના અરસામા બુલેટ પર બે અજાણ્યા વ્યક્તિ જેમની ઉમર અંદાજીત 30 થી 35 વર્ષ હસે તેઓ પાછળથી આવી પકડી પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી ઘમકાવી ચાંદીનો કંદોરો 500 ગ્રામ જેની અંદાજિત કિંમત 30000 , કાનમાં પહેરેલ સોનાની મરકી 5 ગ્રામ જેની કિંમત આશરે 20000 , ચાંદીનું ભોંયરુ 200 ગ્રામ જેની આસરે કિંમત 12000 , મોબાઈલ 500 થઈ કુલ 62500 રૂપિયાના સોનાચાંદીની રકમની લુંટ કરી અજાણ્યા યુવકો બુલેટ લઈ નાસી છુટેલ હતા. પોલીસ સ્ટેશનમા આ અંગે ગુનો નોંધાતા તેઓએ અજાણ્યા બુલેટ સવારો પર કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

ગોધરા કોમર્સ કોલેજના પ્રો. અરૂણસિંહ સોલંકીના પુસ્તકનું મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા ના હસ્તે વિમોચન

gujaratjanekta

ઝાલોદ તાલુકાની 72 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે છેલ્લા દિવસે સુધી 352 સરપંચો અને 1355 સભ્યોની ઉમેદવારીના ફોર્મ ભરાયા

gujaratjanekta

દાહોદ શહેરની કુ.રાજવી વિજય કુમાર કડિયા એ રાષ્ટ્રીય યુવા મહોત્સવ ૨૦૨૫ નાં વિકસિત ભારત યંગ લીડરમાં પ્રદર્શન કરી દાહોદની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial