Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ એ નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના વડાપ્રધાનશ્રીના વિચારને વધુ વેગવંતો બનાવ્યોદાહોદ:-પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના ૧૦૬ વર્ષના માતૃ શ્રી સાથે પરિવારજનો એ નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રતભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનશ્રીના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા.

પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઇ ખાબડએ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મંત્રી શ્રી ખાબડે એ વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

સિધ્ધપુર મા ચંડીસેના દ્વારા સિધ્ધપુર પોલીસનું સન્માન કરાયૂ

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને E KYC કરી લેવા અનુરોધ

gujaratjanekta

ખેડૂતો માટે નવું જ્ઞાન: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial