Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લોસીંગવડ તાલુકા ના ચૂંદડી ગામમાં રહેતા ત્રણ માંશુમ બાળકો ની.મજૂરી કરી ગુજરાન ચલાવતું પરિવાર

દાહોદ જિલ્લો અને ગરીબી જાણે જન્મ નાતો હોઈ એવુ પ્રતીત થઈ રહ્યું છે. વાત કંઈ ક આવી છે સીંગવડ તાલુકા ના ચૂંદડી ગામ માં રહેતા ત્રણ માંશુમ બાળકો ની. મજૂરી કરી ગુજરાન ચલાવતું પરિવાર અને પરિવાર ના માથે આવી પડેલ એકા એક આફતો માં આ ત્રણ બાળકો એ વારા ફરતા માતા અને પિતા બંને ગુમાવી દીધા, રમકડાં રમવાની ઉંમરે હજી સબંધો પણ ના સમજી શકે એવા નાના ભાઈઓ ને સંભાળવાની જવબદારી મોટી બેન તેજલ ના માથે બે ભાઈ દેવરાજ અને મેઘરાજને જિવાડવાની જવાબદારી આવી ગઈ ગઈ.મોટી એટલે એ સમયે એની ઉંમર માત્ર 6કે 7વર્ષ હશે,એક નાકડું તૂટેલું ઘર અને થોડા ઘણા વાસણો અને રઝલ પાટ કરી પેટના જ્વાળામુખી શાંત કરતા આ બાળકો ને માનવતાની મહેક ફાઉન્ડેશન ના મિત્રો એ મુલાકાત કરી અને દીકરીના આસું એ આખી જીવન કથા કઈ દે છે અને સ્થિતિ વ્યાકુળ કરી નાંખે છે. હાલ જે બાળક શાળા માં ભણવું જોઈએ એ બાળક પાસે પોતાનું આધાર કાર્ડ પણ નથી ત્રણ માસુમ બાળકો પાસે નથી એમનું રેશનકાર્ડ પણ નથી આવી સ્થિતિ માં કેટલાય વર્ષો કાઢી નાખ્યા છે ત્યારે હવે સવાલ એ ઉભો થાય કે આ બાળકો ની નિરક્ષરતા ની જવાદારી કોની સમજદાર સભ્ય સમાજ કે સરકારી તંત્ર જ્યાં આ બાળકોને શિક્ષણ સહાય , આવાસ સહાય , અને બાકીના તમામ લાભો થી વંચિત રહ્યા. બની શકે કે બીમારી માં માતા પિતા ચાલ્યા ગયા એ બીમારી થી બચવા આ બાળકો નું રસિકરણ પણ થયું હશે ખરું? માત્ર જન્મ નો દાખલો જ પુરાવો છે.બીમારી માં પિતા એ મૂકી દીધેલ જમીન પણ એમના નશીબ માં નથી.જીવન ફક્ત ઉપર આભ નીચે ધરતી કઈ રીતે વિતાવસે જીવન જો પિતાની જમીન હોત તો અનાજ પકવીને જીવન વિતાવે તે પણ બીમારીમાં ગિરવે પેટે મૂકેલ છે કોણ કરસે આ બાળકોને મદદ આજ ના સભ્ય સમાજ અને પુરા સરકારી તંત્ર ના ગાલ ઉપર આ માંશુમ બાળકો નું જીવન એક તમાચો છે.

એક સામાજિક સંસ્થા માનવતાની મહેક ફાઉન્ડેશન આ ત્રણ બાળકો નું મકાન બનાવી આપવાની છે તો આ સંસ્થાને આર્થિક મદદ કરવાં માટે સંસ્થાના મિત્રો દવારા અપીલ કરવામાં આવી છે આ સંસ્થા દવારા અત્યાર સુધી ૧૦ મકાન આવા પરિવારના બનાવી આપ્યા છે

Share

Related posts

સુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ

gujaratjanekta

સરહદની મહિલાઓ રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને અપાતી સાયકલો વિતરણ નહીં કરાતાં ભંગાર હાલતમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial