Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વણકતલાઇ મંદિરે અયોધ્યામાં યોજાનાર શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગરના કાર્યક્રમો અંગે મીટિંગ યોજાઈ

પંકજ પંડિત ઝાલોદ.

તારીખ 14-01-2024 રવિવારના રોજ રાત્રીના 08:00 વાગે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહેલ છે તે ઉત્સવને નગરમાં કેવી રીતે ઉજવવુ તે અંગે નગરના સહુ ઉપસ્થિત લોકોના વિચારો જાણવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મંગલબેલાને બિરદાવવા નગરમાં 21 તારીખે રાત્રે રામ જાગરણ થકી વિવિધ ભજન મંડળીઓ દ્વારા શહિદ રાજેશ ચોક ખાતે રાત્રીના 08 કલાકે આખી રાત ચાલનાર છે. ત્યાર બાદ 22 જાન્યુઆરીએ નગરના લોકો દ્વારા રામધૂન સાથે પ્રભાત ફેરી તેમજ ત્યારબાદ બપોરે 12 વાગ્યા પછી વિવિધ મંદિરોમાં ઘંટનાદ કરી અયોધ્યામાં થનાર પ્રતિષ્ઠા મહોત્સવને લાઇવ જોશે અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં શ્રી રામના જય જયકાર સાથે આરતી કરવામાં આવનાર છે. ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવને નગરના ધાર્મિક લોકો દ્વારા વધાવી મહાપ્રસાદનું આયોજન વણકતલાઇ મંદિરે 01 વાગ્યાથી ચાલશે જે સાંજના 5 વાગે સમાપન થઈ જસે. તેમજ નગરના સહુ લોકો 22 જાન્યુઆરી એ ભગવાન શ્રી રામનો ઉત્સવ વિશેષ રીતે ઉજવવા નગરમાં વ્યાપાર રોજગાર સ્વેચ્છાએ બંધ રાખનાર છે. આ સમગ્ર કાર્યક્રમને ઉપસ્થિત સહુ લોકોએ સંપૂર્ણ સહકાર આપી ઉત્સવ ઉજવવા સહમત થયા હતા.

Share

Related posts

વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટર પ્રદર્શન યોજવામા આવ્યું

gujaratjanekta

26 જાન્યુઆરી પ્રજાસત્તાક તાલુકા કક્ષાની ઉજવણી છાલોર અને હડમત મુકામે યોજાશે

gujaratjanekta

કાંકણપુર ગામે ફાર્મ હાઉસમાંથી ૫૦૦ ના દર ની ડુબ્લીકેટ નોટો છાપતા બે ઈસમો તથા ઇલેક્ટ્રિક સાધનો સાથે દબોચતી ગોધરા એલ.સી.બી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial