Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરની બી.એમ.હાઇસ્કૂલમા સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો

પંકજ પંડિત ઝાલોદ.

સ્પર્ધાના સૌજન્ય તરીકે અક્ષર એજન્સી ઝાલોદ અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ઝાલોદ દ્વારા વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઝાલોદ નગરની બી.એમ.હાઇસ્કુલ ખાતે ધોરણ 9 ના 46 બાળકોએ પ્રાર્થના સભા પછી સૂર્ય નમસ્કાર પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ અક્ષર ન્યૂઝ એજન્સીના પ્રોપરાઈટર અગ્નેશ પંચાલ અને દિવ્ય ભાસ્કર પેપરના પત્રકાર સહલ ગુડાલાના સૌજન્ય થી યોજવામાં આવ્યો હતો. નિયમબઘ્ઘ રીતે સૂર્ય નમસ્કાર કરનાર વિધાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ સ્વામી વિવેકાનંદ પુસ્તકનું સેટ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબર શર્મા કીર્તિકા પ્રેમભાઈ, બીજા નંબર પર ચૌહાણ જવલ તુલસીદાસ અને ત્રીજા નંબર પર જૈન નિકુંજ અનિલભાઈ આવેલ હતા. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિધાર્થીઓને પેન આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ દિલીપ પટેલ, મંત્રી હસમુખ પટેલ, સહમંત્રી દિનેશ પંચાલ તેમજ કાર્યક્રમના સૌજન્ય અક્ષર ન્યૂઝ એજન્સી એજન્ટ અગ્નેશ પંચાલ, પત્રકાર સહલ ગુડાલા આચાર્ય મિત્તુલ પટેલ, સુપરવાઈઝર મૂકેશ ચારેલ, સાસ્વત બહેનો અને વિધાર્થીઓ એ ભાગ લઈ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને જતા દશ અબોલ પશુને બચાવ્યા

gujaratjanekta

ઝાલોદના દાહોદ રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામના મામલે બાંધકામની પરવાનગીના સાધનિક કાગળો તાત્કાલિક રજૂ કરવા ચીફ ઓફિસરે નોટીસ આપી

gujaratjanekta

ડુબી ગયા રોકાણકારોના 90 હજાર કરોડથી વધુ, વેચાણની સુનામી પાછળ આ છે કારણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial