Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

પંચમહાલ માં અદાણી બ્લ્યુ કબ્જ ફૂટબોલ લીગનો આરંભ : ૧૦ શાળાના ૧૫૦ થી વધૂ વિદ્યાર્થીઓ જોડાયા – જુઓ VIDEO

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

રમશે ગુજરાત – જીતશે ગુજરાત. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિનો પરિચય થાય તેમજ બાળક માનસિક અને સામાજીક રીતે તત્પર રહે તે હેતુથી પંચમહાલ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસીયેશન દ્વારા અદાણી બ્લુ કબ્સ લીગ (બેબી લીગ) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કનેલાવ ખાતે તા. 31મીથી તા. 28મી ફેબુ્રેરી દરમિયાન યોજાઈ રહેલ આ ટુર્નામેન્ટમાં ૧૦ શાળાના ૫ થી ૧૨ વર્ષના ૧૫૦ થી વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના બાળકોમાં સામાન્ય રીતે તો ક્રિકેટનો ક્રેઝ રહેલો છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બાળકોને શાળામાં જ ફુટબોલ, એથ્લેટીકસ, હોકી સહિતની રમતો રમાડવામાં આવી રહી છે. બીજી તરફ ખેલ મહાકુંભને લઈને પણ બાળકોમાં અન્ય રમતો પ્રત્યે આકર્ષણ થયુ છે.

ત્યારે પંચમહાલ જિલ્લા ફુટબોલ એસોસીયેશન દ્વારા શહેરમાં અદાણી બ્લુ કબ્સ(બેબી લીગ) ફુટબોલ ટુર્નામેન્ટનો આરંભ કરાયો છે. આ અંગે ડો. વિજય પટેલ, એમ.એ. અબ્બાસી, નઇમ શેખની ઉપસ્થિતિમાં એસોસિયેશન ના પ્રમુખ એ જણાવ્યુ કે કુલ ૧૦ શાળાઓના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટ રમી રહ્યા છે.

શાળાના બાળકોને બાલ્યવસ્થાથી જ ફુટબોલ પ્રત્યેનો લગાવ જોવા મળતા આગામી સમયમાં ફુટબોલ ક્ષેત્રે પંચમહાલ જિલ્લો સમગ્ર રાજયમાં અગ્રેસર રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Share

Related posts

હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૪ દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન લઈને ભારે ઉત્સાહ

gujaratjanekta

છોટાઉદેપુર જિલ્લામાં મેઘ તાંડવ, બોડેલીમાં ૧૭ ઇંચ વરસાદ, લોકો ઘરમાં પુરાય

gujaratjanekta

ઇલોલ આરોગ્ય કેન્દ્રમાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial