Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news

‘ભારતીય રેલ્વેના પાટા પર 4 એશિયાટિક સિંહો અને 73 હાથીઓ સહિત 63 હજાર પ્રાણીઓના મોત’

ભારતીય રેલ્વેના પાટા પર અથડામણને કારણે પ્રાણીઓના મોતના કિસ્સાઓ સામે આવે છે, પરંતુ CAG દ્વારા આપવામાં આવેલ આંકડો ચોંકાવનારો છે. 2017-18 અને 2020-21 ની વચ્ચે, દેશમાં 3 એશિયાટિક સિંહો અને 73 હાથીઓ સહિત 63,000 થી વધુ પ્રાણીઓ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા છે. CAG એ આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તેમજ રેલવે દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર ચિંતા વ્યક્ત કરી છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ ગયા મહિને સંસદમાં રજૂ કરેલા તેના અહેવાલ ‘પરફોર્મન્સ ઑડિટ ઓન ડિરેલમેંટ ઈન ઇન્ડિયન રેલવે’માં જણાવ્યું છે કે રેલ્વેએ ખાતરી કરવી જોઈએ કે પ્રાણીઓના મૃત્યુને રોકવા માટે પર્યાવરણ અને વન મંત્રાલય અને રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ સંયુક્ત સલાહ-સૂચનનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. આ સલાહ રેલવે ટ્રેક પર થતા મૃત્યુને રોકવામાં પણ મદદ કરશે.

CAGએ 3 વર્ષમાં શું જોયું?

આ ત્રણ વર્ષમાં, કેગને જાણવા મળ્યું છે કે 73 હાથી અને ચાર સિંહો સહિત 63,345 પ્રાણીઓ ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામ્યા. CAG એ જણાવ્યું કે હાથીઓ સાથે સંકળાયેલા ટ્રેન અકસ્માતોને રોકવા માટે 2010 માં બંને મંત્રાલયો દ્વારા રેલવેને સંયુક્ત રીતે એક સામાન્ય સલાહ આપવામાં આવી હતી. સલાહમાં હાથીઓને જવા દેવા માટે રેલ્વે ટ્રેકની બાજુમાં વનસ્પતિ સાફ કરવા સહિતની ઘણી બાબતો હતી. પરંતુ આ સલાહોને અનુસરવામાં ઘણી ખામીઓ સામે આવી છે.

Share

Related posts

“માંડવી તાલુકાના વિકાસના કામોનું પ્રારંભ ધારાસભ્યના હસ્તે કરાયું સાથે જ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા”

gujaratjanekta

‘છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓ પણ પૂર્વ પતિ પાસેથી આજીવન ભરણપોષણની હકદાર’

Admin

ઝાલોદમાં પતિ નશો કરીને મારઝૂડ કરતો હોવાથી પરણિતાએ 181અભયમ પાસે મદદ માંગી:

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial