Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરા- રહી રહીને પોલીસની કાર્યવાહી, ચાઈનીઝ દોરી વેચનાર સામે કાર્યવાહી, ગઈકાલે પતંગ દોરીથી એકનો ગયો છે જીવ

વડોદરામાં પતંગ દોરીથી વડોદરામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે ત્યારે રહી રહીને તંત્ર જાગ્યું છે અને ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે તવાઈ બોલાવવામાં આવી છે. ગઈકાલે વડોદરામાં પતંગની દોરીથી એક વ્યક્તિનો જીવ ગયો છે. ત્યારે હાઈકોર્ટે પણ આ મામલે સુનાવણી કરતા સરકારને ફટકારી લગાવી હતી અને બે દિવસમાં સોગંધનામું રજૂ કરવા માટે કહેવાયું છે ત્યારે તંત્ર પણ સફાળું જાગ્યું છે. બજારમાં ચાઈનીઝ દોરી પ્રતિબંધ હોવા છતા પણ વેચાઈ રહી છે.

પતંગની દોરીથી યુવકના મોત બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. જો કે, ચાર દિવસમાં રાજ્યમાં ત્રણ જેટલા લોકોના મોત થયા છે. પાદરામાં ચાઈનીઝ દોરી વેચનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વડોદરાના પાદરામાં ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પતંગની દુકાનો અને દોરાની દુકાનોનું ચેકિંગ કર્યું હતું. ગઈકાલે જ જાહેરનામું બહાર પડાયું છે ત્યારે આજે તેનો કડક અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે.

દોરીથી યુવકનું ગઈકાલે થયું છે મોત 
ગઈકાલે વડોદરાના નવાપુરા વિસ્તારમાં રબારી વાસ નજીકથી પસાર થઈ રહેલા 30 વર્ષના બાઇક સવારના ગળામાં પતંગનો દોરો ફસાઇ ગયો હતો. અકસ્માત એટલો આઘાતજનક હતો કે યુવાન બાઇકરનું ઘણું લોહી વહી ગયું હતું, જેના કારણે તેની ગરદનની તમામ નસો કપાઈ ગઈ હતી.. ગંભીર હાલતમાં યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અત્યાર સુઘી આ જગ્યા પર થયા પતંગની દોરીના કારણે અકસ્માતો
બે દિવસ પહેલા સુરતના કામરેજ ચાર રસ્તા પાસે દોરીના કારણે યુવકનું ગળું કપાયું, આ ઉપરાંત 1 જાન્યુઆરીના રોજ વડોદરામાં દંતેશ્વર મહોલ્લામાં પણ એક વ્યક્તિનું ગળું દોરીના કારણે કપાયું. આ ઉપરાંત 1 જાન્યુઆરી એ અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી એક બાળક ઘાયલ થયું રાજકોટમાં પણ યુવાન ઘાયલ થયો તેવી જ રીતે સુરત, ઉંઝા સહીતના શહોરોમાં ચાઈનીઝ દોરીના કારણે લોકો ઘાયલ થયા છે. ત્યારે આજે હાઈકોર્ટે પણ આ મામલે સરકાર સમક્ષ ખુલાસો માંગ્યો છે.

Share

Related posts

ઝાલોદ નગરમાં પ્રી.મોન્સૂન કામગીરીમા પાલિકા તંત્ર કુંભકર્ણની મુદ્રામાં : મુખ્ય હાઇવે પર જોવા મળતા ખાડાઓ

gujaratjanekta

ઝાલોદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિતે બાલિકાઓ ને ફ્રૂટ વિતરણ કર્યું

gujaratjanekta

આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial