Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ની ઉજવણી કરાઈ

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ની ઉજવણી કરાઈ

૨૮ માં એન્યુઅલ ડે માં ચીફ ગેસ્ટ નિમિત્તે ડી.વાય.એસ.પી ધીરજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
     ઝાલોદ વણકતળાઈ હનુમાનજી પાસે આવેલ લાયન્સ ક્લબ સંચાલિત ઇંગ્લીશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલનું ૨૮ મું એન્યુઅલ ડે સ્કૂલના પ્રાંગણમાં યોજાયું હતું. સહુ પ્રથમ આમંત્રિત ચીફ ગેસ્ટ ડી.વાય.એસ.પી ધીરજ પટેલ તેમજ લાયન્સ ક્લબ પ્રમુખ સેજલ દેસાઇનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય સહુ લાયન્સ ક્લબના મેમ્બર તેમજ સ્કૂલના શિક્ષકો પણ હાજર રહ્યા હતા.
   આમંત્રિત ચીફ ગેસ્ટ ડી.વાય.એસ.પી ધીરજ પટેલે સહુ સ્કૂલના શિક્ષક ગણ તેમજ લાયન્સ મેમ્બરનો તેમના સન્માન કરવા બદલ આભાર માન્યો હતો.ત્યારબાદ બાળકો દ્વારા સુંદર સ્વાગત ડાંસ કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.
     આજના પ્રોગ્રામમાં બાળકો દ્વારા ખૂબ સુંદર તેમજ સરસ ડાંસ કરી ઉપસ્થિત સહુ લોકોના મન જીતી લીધા હતા. આજના આ પ્રોગ્રામમાં બાળકોએ શિવ તાંડવ, બોલિવૂડ, ઇન્ડિયન આર્મી, મરાઠી , લાડકી બેટી, મા બાપ નો આશીર્વાદ, કપલ, કૃષ્ણ લીલા, ભૂતો ની રાની અને ઘણા બધ્ધા ફ્લેવર ના ડાન્સ પર્ફોર્મ કરિયા અને કરાટેમા સેલ્ફ ડિફેન્સ, કાતાસ અને કુમિતેની પર્ફોર્મ કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. આ વિદ્યાર્થીઓને છેલ્લા 8 મહિનાથી એકટીવીટી ટીચર ઉમેશ મહાવર દ્વારા બાળકોને ડાન્સ અને કરાટેની તાલીમ લે છે આ પ્રોગ્રામમાં લાઈન્સ કલબના મેમ્બરો, પ્રિન્સિપાલ, સ્ટાફ મેમ્બર્સ અને વાલિયોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
     બ્રાઇટ સ્કૂલના ઇંગ્લીશ તેમજ ગુજરાતી બંને સ્કૂલોના પ્રિન્સિપાલ તેમજ સ્કૂલના શિક્ષકો દ્વારા આમંત્રિત સહુ લોકોનું સન્માન કર્યું હતું. બંને માધ્યમના શિક્ષકો દ્વારા સ્કૂલમાં થતી દરેક એક્ટિવિટી વિશે ઉપસ્થિત સહુ વાલીઓને માહિતગાર કર્યા હતા. તેમજ શિક્ષકો દ્વારા સ્કૂલના કમિટી મેમ્બરોના સુંદર અને અથાગ પ્રયત્નો થકી સ્કૂલમાં સારી એક્ટિવિટી થાય છે તે વિશે માહિતગાર કર્યા હતા. સ્કૂલના સ્ટેજ પ્રોગ્રામમાં વચ્ચે વચ્ચે હાસ્ય ગમ્મત તેમજ સ્ટેજના પ્રોગ્રામ વિશે માહિતી સ્કૂલના ટીચર કિશન દેવડા અને વૈશાલી ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
   લાયન્સ ક્લબ પ્રમુખ સેજલ દેસાઈ દ્વારા સ્કૂલમાં નારી શક્તિ કેન્દ્રમાં છે તેવી માહિતી આપી અને સ્કૂલમાં સહુથી વધુ શિક્ષક નારી શક્તિ તરીકે સુંદર કામગીરી કરી સ્કૂલને આગળ લઇ જવામાં મદદરૂપ થઈ રહેલ છે તે વિશે માહિતી આપી હતી. તેમજ સેજલ દેસાઈ ને લાયન્સનાં સ્કૂલ કમિટી મેમ્બરો અને દરેક લાયન્સ ક્લબ મેમ્બરોનો સુંદર સહકાર મળ્યો તે બદલ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.
Share

Related posts

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ૨૬ જુન international Day Against Drug Abuse And Illicit Trafficking નિમિતે નાર્કોટીક્સ ડ્રગ્સ અંગે લોકો મા જન જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી ગોધરા શહેરમાં બાઈક રેલી કાઢવામાં આવી!!

gujaratjanekta

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૧૯ના રોજ આ વિયર યોજનાનું કરશે ખાતમુહૂર્ત

gujaratjanekta

ભોજેલા ગામે આનંદ આરતી અને  સત્સંગ સમારોહ યોજાયો. સૌરાષ્ટ્ર ના સંત પ.પુ ચરણદાસ બાપુ ના દર્શન માટે ભક્તો ઉમટ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial