Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news

ઠંડીનું જોર ઘટયું: રાજકોટમાં પરો બે ડિગ્રી ઉચકાયો, બે દિવસ ઠંડીમાં થોડી રાહત

ઠંડીનું જોર ઘટયું: રાજકોટમાં પરો બે ડિગ્રી ઉચકાયો, બે દિવસ ઠંડીમાં થોડી રાહત સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં આજે ઠંડીનું જોર થોડુ ઘટયું છે. આગામી બે દિવસ સુધી ઠંડીમાં થોડી રાહત રહેશે ત્યારબાદ ફરી હાજા ગગડાવતી ઠંડીનો દોર શરૂ થશે. ઠંડાગાર પવનના સુસવાટા યથાવત રહ્યા છે. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૮.૨ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ જયારે રાજકોટમાં તાપમાન ૧૦ ડિગ્રીએ પહોચી જવા પામ્યું છે. રાજકોટમાં આજે લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઉંચકાયો હતો. ગઈકાલે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતુ આજે મીનીમમ તાપમાન ૧૨ ડિગ્રી રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮.૩૦ કલાકે તાપમાન ૧૩.૬ ડિગ્રી રહેવા પામ્યું હતુ. નલીયા આજે ૮.૨ ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતુ. આગામી બે દિવસ ઠંડીમાં થોડી રાહત અનુભવાશે ત્યારબાદ ફરી કડકડતી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. બર્ફિલા પવનના સુસવાટાના કારણે આખો દિવસ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

Share

Related posts

ઝાલોદમાં પતિ નશો કરીને મારઝૂડ કરતો હોવાથી પરણિતાએ 181અભયમ પાસે મદદ માંગી:

Admin

“આઈ ડબ્લ્યુ સી માધાપર લોટસ ટીમ તરફથી વર્લ્ડ મેન્સિયસ હાયજીન ડે 28 મેના ઓરેલા ઇન્ડસ્ટ્રીઝના સંયોગથી ઉજવાયો”

gujaratjanekta

“માંડવીમાં ‘ધારાસભ્ય આપના દ્વારે’ કાર્યક્રમ યોજાયો”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial