Gujarat Jan Ekta
તાજા સમાચાર
sport

જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર ભારત આજે 25 ડિસેમ્બર ના દિવસ ની અટલ સ્મૃતિ તરીકે ઉજવણી કરી રહ્યું છે .ત્યારે અટલ સ્મૃતિ નિમિતે અંકલેશ્વર  ની જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ  કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ની 4 મહિલા ટિમ સહીત  24 ટિમો એ ભાગ લીધો હતો

25 ડિસેમ્બર  પૂર્વ પ્રધાન મંત્રી અને  ભારત રત્ન અટલ બિહારી બાજપાઈજી  ના  જન્મ દિવસ ને અટલ સ્મૃતિ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે અટલ સ્મૃતિ દિન નિમિત્તે ગુજરાત માં સૌપ્રથમ અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ  ગુજરાત રાજ્ય યુવા બોર્ડ  અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગુજરાત રાજ્ય ઉપક્રમે   કબડ્ડી ટુર્નામૅન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ માં યોજાયેલ

આ ટુર્નામેન્ટ ને  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે દીપપ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માં ભરૂચ જિલ્લા ની 24 ટિમો એ ભાગ લીધો હતો  જે પૈકી 16 ઓપન કેટેગરી ,ચાર જુનિયર અને  ચાર મહિલા ટિમો એ પણ ભાગ લીધો હતો

આ  પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ,અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,,નગર પાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ  સહિત 24  ટીમના ખેલાડીઓ હાજર રહ્યા હતા !!

Share

Related posts

Adelaide International: મેદવેદેવને હરાવીને ફાઇનલમાં પહોંચ્યો જોકોવિચ, ઓસ્ટ્રેલિયામાં સતત 33મી જીત મેળવી

Admin

વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા જનસાથી ક્રિકેટ ગ્રાઉન્ડ બાલાસિનોર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial