Gujarat Jan Ekta
તાજા સમાચાર
sport ગુજરાત ન્યૂઝ

વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા જનસાથી ક્રિકેટ ગ્રાઉન્ડ બાલાસિનોર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

સંકેત પંડ્યા – એડિટર 

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા વિરપરા વિભાગ માં સમાવિષ્ટ ૭ ચોખાળા વચ્ચે ભાઈચારો, એકતા અને સંઘઠિત થઈ આગળ વધવાના ઉમદા હેતુ થી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.

જેનુ આજરોજ જન સાથી ક્રિકેટ ગ્રાઉન્ડ – બાલાસિનોર ખાતે શ્રી શૈલેશકુમાર ઠાકર ઉપપ્રમુખ શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ ના હસ્તે વરધરી ચોખાળા ની ટિમ અને અષ્ટગામ ચોખાળા ની ટિમ વચ્ચે ટોસ ઉછાળીને ટુર્નામેન્ટ ને ખુલ્લી મુકવામાં આવી.

સદર કાર્યક્રમમાં વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના પ્રમુખ અને અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના રાજ્ય મંત્રી ડો.શરદચંદ્ર પંડ્યા , ખાનપુર વિભાગના પૂર્વ મહામંત્રી શ્રી જિજ્ઞેશ જોષી,શ્રી નિશાંત ભાઈ જોષી – તાલુકા પંચાયત સદસ્ય ખાનપુર શ્રી જયેશભાઇ પંડ્યા – બાલાસિનોર તથા વિવિધ ટીમોના કૅપ્ટન ખેલાડીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા સદર ટુર્નામેન્ટમાં વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ,ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ , અષ્ટ ગામ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ડાકોર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમોએ ભાગ લીધો આ ટુર્નામેન્ટ શ્રી વિશ્વામિત્ર સંસ્કૃત પાઠશાળા હાલોલ દ્વારા સ્પોન્સર કરવામાં આવી

Share

Related posts

દાહોદ તાલુકાના ડોકીના મેદાન ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભાને સંબોધશે

Admin

જરોદ ખાતે મોતને ભેટનાર અર્જુનની હજારોની મેદની સાથે અંતિમયાત્રા નીકળી

gujaratjanekta

અંબાજી તીર્થધામ ખાતે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ સમારોહમા બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના પંચાલ રાજેશકુમાર સુંદરલાલને એવોર્ડ આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial