Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

કેવીકે ગીર સોમનાથ દ્વારા ખેડુત દિવસની ઉજવણી કરાઇ . .

કેવીકે ગીર સોમનાથ દ્વારા ખેડુત દિવસની ઉજવણી કરાઇ

કૃષિ પ્રધાન ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કિસાન દિવસ પુર્વ પ્રધાનમંત્રી અને ખેડુતોના મસીહા, ખેડુતોના સર્વમાન્ય નેતાશ્રી ચૌધરી ચરણસિંહના જન્મજયંતી નિમિતે ઉજવવામાં આવે છે. એવુ કહી શકાય કે ભારત જેવા ખેતિ પ્રધાન દેશની સમુધ્ધીનો રસ્તો ગામના ખેતરોમાંથી પસાર થઇને નિકળે છે. તો આવા ખેડુતો માટેના દિવસની ઉજવણી કેવીકે કોડીનાર ખાતે કેવીકે તેમજ સેંટર ઓફ એક્સેલસ ફોર મેંગો-તાલાળાના સંયુક્ત ઉપક્રમે કિસાન દિવસ વ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતિના મહત્વની તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દલસુખભાઇ વધાસીયાની ઉપસ્થિતીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી જિતેન્દ્રસિંધ-વરીષ્ઠ વૈજ્ઞાનીક અને વડા, કેવીકેએ ઉપસ્થીત સર્વેનુ શાબ્દીક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ. શ્રી દલસુખભાઇએ ખેડુત દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને કેવીકે ટીમ દ્વારા ખેડુતલક્ષી કામગીરીને બીરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તોમર સાહેબ-એસીએલએ પણ હાજરી આપી હતી. શ્રી સતિષભાઇ હડીયલ, વિષય નિષ્ણાંત-જમીન વિજ્ઞાનએ જીન સ્વાસ્થ્ય માટે કેંદ્રીય કાર્બનનુ મહત્વ તેમજ આધુનીક ખેતીમાં ડ્રોનની ઉપયોગીતા વીશે માહિતી આપી હતી.
રાજ્ય સરકારશ્રીની બાગાયત ખાતાની યોજનઓ વિશે મુકેશભાઇ ગળથીયા-બાગાયત અધિકારી, ફળ રોપા ઉછેર કેન્દ્ર કોડીનારએ વાત કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં સંકલીત રોગ જિવાત નિયંત્રણ વીશે શ્રી આર.ટી. રાઠોડ, વિષય નિષ્ણાત- પાક સંરક્ષણએ પ્રકાશ પાડ્યો હતો. શ્રી જૈસવાલ સાહેબ,બીઓબી-બ્રાંચ મેનેજર કોડીનારએ બેંકની ખેડુતલક્ષી યોજનાઓ વીશે માહિતી આપી હતી. ડો. હસાબેન પટેલ, વિષય નિષ્ણાત- ગુહ વિજ્ઞાનએ સ્વસ્થ જીવાનશૈલી માટે પોષણવાટીકાનુ મહત્વ વીશે સવિસ્તૃત માહિતી આપી હતી. 23 ડીસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી શા માટે કરવામા આવે છે તેના ઇતિહાસ વિશે પૂજાબેન નકુમ-વિષય નિષ્ણાત- કૃષિ વિસ્તરણે વાત કરી હતી તેમજ તેમણે સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ તેમજ જુનાગઢ જિલ્લાના ૧૪૦થી વધુ ખેડુત ભાઇઓ/બહેનોએ ભાગ લિધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર કેવીકે ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
Share

Related posts

અમદાવાદ એરપોર્ટ કોરોનાની દહેશત વચ્ચે 400 લોકોનું 10 દિવસ થયું ટેસ્ટિંગ, જાણો કેટલા આવ્યા પોઝિટીવ

Admin

જય જોહાર, જય આદિવાસી એક તીર એક કમાન આદિવાસી એક સમાન જેવા નારા થી ઝાલોદ નગર ગુંજી ઉઠયું

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારીયા યોજાયેલ આરોગ્ય કેમ્પમાં ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ સેવાનો લીધો લાભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial