Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જાણો અત્યાર સુધી કેટલી ફરીયાદ નોંધાઈ

ભૂ માફીયા વિરુદ્ધ સકંજો કસવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લા કચેરી ખાતે અરજીઓ કરવામાં આવી રહી છે. ત્ચારે આ કાયદા હેઠળ પંચમહાલમાં 703 ફરિયાદો અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

જેમાંથી હાલમાં 253 ફરિયાદો તપાસ હેઠળ છે જ્યારે 45 ફરીયાદોના મામલામાં પોલીસ કેસ કરવામાં આવ્યો છે. 50 જેટલી ફરીયાદો હેઠળ સ્ટે લવાયો છે જ્યારે જિલ્લા સમિતિ દ્વારા 450 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં વર્ષ 2020માં જમીન સંપાદન કાયદાનો અમલ થયો ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લામાં જમીન સંપાદન કાયદા હેઠળ 703 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ નવા કાયદા હેઠળ ફરિયાદોના નિરાકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવતી હોય છે જેમાં જિલ્લા સ્તરે તપાસ કરવામાં આવતી હોય છે.

આ 50 ફરિયાદોમાં નોટિસ, પોલીસ ફરિયાદ કે નિર્ણય સામે સ્ટે આપવામાં આવ્યો છે, જ્યારે આવા કેસોની સુનાવણી અટકાવવામાં આવી છે. અરજીઓની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાની આ ફરિયાદો હાઇકોર્ટમાં દાખલ કાયદાને પડકારતી પિટિશન પર છે. પીટીશનના નિર્ણયના આધારે જિલ્લાના 50 કેસોનો નિર્ણય કરવામાં આવશે.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદમાં દેવગઢ બારીયાની વાય એસ આર્ટ્સ કોલેજ ખાતે સ્વીપની પ્રવૃત્તિ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી શ્રી 1008 શૈલેશાનંદ મહારાજ ના જન્મ દિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પિપલોદ દ્વારા છાશ વિતરણ

gujaratjanekta

તવાંગ મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષી નેતાઓએ બંને ગૃહોમાંથી વોકઆઉટ કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial